• અંડર-19 વર્લ્ડ કપમાંને લઈને મોટ નિર્ણય
  • 13 જાન્યુઆરી 2024થી શ્રીલંકામાં યોજાશે
  • ICCએ તેનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. દુનિયાભરના તમામ લોકોની નજર ભારત-પાકિસ્તાનની મેચ પર ટકેલી છે, પરંતુ આવતા વર્ષે શ્રીલંકામાં રમાનારા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજમાં કોઈ મેચ નહીં હોય.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આ મેચને લઈન ટિકિટ માટે ભારે પડાપડી થતી હોય છે. તાજેતરની વાત કરીએ તો વર્લ્ડ કપ 2023ની શરુઆત 5 ઓક્ટોબરથી થવાની છે. જેની તમામ ક્રિક્રેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેદાન ઉપરાંત અને ટીવી પર જોવાની દ્રષ્ટિએ આ મેચ રેકોર્ડ તોડી રહી છે. તેથી, ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ હવે દરેક વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજવાનું શરૂ કર્યું છે. જ્યારે પણ કોઈ પણ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થાય છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગ્રુપ સ્ટેજમાં નક્કી કરવામાં આવે છે, પરંતુ આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં આવું નહીં થાય. આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા નથી.

અંડર-19 વર્લ્ડ કપમાં નહી આવે ભારત-પાકિસ્તાન આમને-સામને

અંડર-19 વર્લ્ડ કપ આવતા વર્ષે 13 જાન્યુઆરીથી શ્રીલંકામાં યોજાવાનો છે અને ICCએ તેનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ કાર્યક્રમમાં ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં વર્તમાન વિજેતા તરીકે પ્રવેશ કરશે. ગયા વર્ષના વર્લ્ડ કપમાં ભારતે યશ ધુલની કેપ્ટન્સીમાં આ વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે ભારત ટાઈટલ બચાવવાનો પ્રયાસ કરશે.

આ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ છે

આ વર્લ્ડ કપમાં ભારતને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારતની સાથે બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને અમેરિકા છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 14 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. તેના ચાર દિવસ બાદ એટલે કે 18 જાન્યુઆરીએ ભારતે તેની આગામી મેચ અમેરિકા સામે રમવાની છે. ભારત 20 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામે ટકરાશે. આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર ટીમોના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Bમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ છે. ગ્રુપ Cમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા છે. ગ્રુપ Dમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને નેપાળની ટીમો છે.

આ ફોર્મેટ છે

દરેક ગ્રુપની ટોપ-3 ટીમો આગલા તબક્કામાં જશે જેને સુપર-6 કહેવામાં આવશે. આમાં 12 ટીમોને છ-છ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ A અને Dની ટીમોને જોડીને એક ગ્રુપ બનાવવામાં આવશે. ગ્રુપ B અને Cને જોડીને બીજું જૂથ બનાવવામાં આવશે. અહીં દરેક ગ્રુપની ટીમે બીજા ગ્રુપની બે ટીમો સામે મેચ રમવાની રહેશે. સુપર-6માં દરેક ગ્રૂપમાં ટોપ-2 ટીમ સેમી ફાઇનલમાં જશે અને પછી ફાઇનલમાં પ્રવેશશે. ફાઈનલ મેચ 4 ફેબ્રુઆરીએ યોજાશે. ફાઈનલ મેચ કોલંબોમાં રમાશે. આ વર્લ્ડ કપની વોર્મ-અપ મેચો 6 થી 12 જાન્યુઆરી વચ્ચે રમાશે.

  • Follow us on: