• કેચ આઉટ થવા પર નવો બેટ્સમેન કરશે બેટિંગ
  • બોલને પોલિશ કરવા પર લાગ્યો બૅન
  • બેટ્સમેને ફક્ત 2 મિનિટમાં થવું પડશે તૈયાર

T20 World Cup 2022ની શરૂઆત પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબર 2022થી ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગૂ થવા જઈ રહ્યા છે. આ બદલાયેલા નિયમોની સાથે જ T20 World Cup 2022 રમાશે. સૌરવ ગાંગૂલીની અધ્યક્ષતામાં પુરુષ ક્રિકેટ સમિતિની ભલામણો બાદ પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

કેચઆઉટ થવા પર આ ખેલાડી કરશે બેટિંગ

ICCના નવા નિયોમોના અનુસાર કેચ આઉટ થવા પર નવા બેટ્સમેન જ બેટિંગ કરશે. પહેલા જ્યારે એક બેટ્સમેન કેચઆઉટ થતો અને તે નોન સ્ટ્રાઈકર બેટ્સમેનને ક્રોસ કરી લેતો. આ સ્થિતિમાં નવા બેટ્સમેન નોન સ્ટ્રાઈક એન્ડ પર આવતા પણ હવે સ્ટ્રાઈક બદલાયા બાદ પણ નવા બેટ્સમેન જ સ્ટ્રાઈક લેશે.

બોલને પોલિશ કરવા પર લાગ્યો બૅન

કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી ICCએ બોલ પર થૂંક લગાવવાને બૅન કર્યું હતું. હવે આ નિયમ પર સ્થાયી પ્રતિબંધ લગાવાયો છે. એટલે કે હવે નવા નિયમ સુધી કોઈ પણ બોલર બોલ પર થૂંક લગાવી શકશે નહીં. બોલને પોલિશ ન કરવાનો નિયમ 2020માં શરૂ કરાયો હતો.

ફક્ત 2 મિનિટમાં થવું પડશે તૈયાર

બેટ્સમેને હવે બેટિંગ માટે ટેસ્ટ અને વનડે મેચમાં 2 મિનિટમાં સ્ટ્રાઈક લેવા માટે તૈયાર થવાનું રહેશે. ટી20 ફોર્મેટમાં આ સમય 90 સેકંડ્સનો હશે. આ પહેલા એક ટેસ્ટ અને વનડે મેચમાં આ સમય 3 મિનિટનો હતો અને બેટ્સમેનના ન આવવા માટે ફિલ્ડિંગ કેપ્ટન ટાઈમ આઉટ લેતા હતા.

ફીલ્ડરની ખોટી મૂવમેન્ટ પર સજા

જો ફિલ્ડિંગ સમયે ખેલાડી જાણી જોઈને ખોટી રીતે મૂવમેન્ટ કરે છે તો બેટ્સમેનને 5 રન પેનલ્ટીના રૂપમાં મળશે. પહેલા આ બોલને ડેડ બોલ જાહેર કરવામાં આવતો અને બેટ્સમેનને શોર્ટને કેન્સલ ગણવામાં આવતો હતો.

બેટ્સમેન પિચ પરથી મારી શકે છે બોલને

કોઈ બોલ જો પિચથી દૂર છે તો બેટ્સમેન પિચ પર જ રહેશે. જો કોઈ બેટ્સમેન પિચની બહાર નીકળે છે તો અમ્પાયર તેને ડેડ બોલ આપશે. કોઈ પણ બોલ જેની પર બેટ્સમેન પિચ છોડીને શોટ રમવા મજબૂર હશે તેને નો બોલ અપાશે.

વનડે માં પણ લાગૂ થશે સ્લો અને ઓવર રેટનો નિયમ

સ્લો અને ઓવર રેટનો નિયમ જાન્યુઆરી 2022 ટી 20 ફોર્મેટમાં લાગૂ કરાયો હતો. તેમાં સ્લો અને ઓવર રેટને જોતાં ટીમ પર દંડ લગાવાયો હતો. હવે આ નિયમ વનડેમાં પણ લાગૂ થશે.  

  • Follow us on: