• ICCએ ODI ટીમ ઓફ ધ યર 2023 જાહેર કરી
  • રોહિત શર્મા ODI ટીમ ઓફ ધ યર ટીમનો કેપ્ટન
  • વિરાટ રોહલી સહિત 6 ભારતીયનો ટીમમાં સામાવેશ

ICCએ ODI ટીમ ઓફ ધ યર 2023 જાહેર કરી છે. ICC ODI ટીમ ઓફ ધ યરમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. રોહિત શર્માને ICC ODI ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ સિવાય વિરાટ કોહલી સહિત કુલ 6 ભારતીય ખેલાડીઓની ICC ODI ટીમ ઓફ ધ યર માટે પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય શુભમન ગિલ મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને સ્થાન મળ્યું છે.

આ ખેલાડીઓએ ટીમમાં સ્થાન મળ્યું

ICC ODI ટીમ ઓફ ધ યરમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડને નંબર-3 માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ સિવાય ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી અને ન્યુઝીલેન્ડના ડેરીલ મિચેલ અનુક્રમે નંબર-4 અને નંબર-5 પર છે. સાઉથ આફ્રિકાના ખેલાડી હેનરિક ક્લાસેનને વિકેટકીપર તરીકે ICC ODI ટીમમાં સ્થાન મળ્યું છે. ઉપરાંત, સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર માર્કો યાન્સન ICC ODI ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો.

કયા દેશના કેટલા ખેલાડીઓને સ્થાન મળ્યું?

ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પા અને ભારત માટે કુલદીપ યાદવમાં બે સ્પિનરોની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય ભારતીય ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે. આ રીતે સૌથી વધુ 6 ભારતીય ખેલાડીઓને ICC ODI ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના 2-2 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ન્યુઝીલેન્ડનો 1 ખેલાડી જગ્યા બનાવવામાં સફળ રહ્યો.

ICC ODI ટીમ ઓફ ધ યર 2023-

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ટ્રેવિસ હેડ, વિરાટ કોહલી, ડેરીલ મિચેલ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), માર્કો યાન્સન, એડમ ઝમ્પા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.

  • Follow us on: