• ICC રેન્કિંગમાં ભારત ત્રણેય ફોર્મેટમાં પ્રથમ સ્થાને
  • શુભમન ગિલ ODI રેન્કિંગમાં બન્યો નંબર-1 બેટ્સમેન
  • મોહમ્મદ સિરાજ ODI રેન્કિંગમાં બન્યો નંબર-1 બોલર

ભારતીય ઓપનર શુભમન ગિલ ODI રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની ગયો છે. આ પહેલા પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોપ પર હતો, પરંતુ હવે શુભમન ગીલે બાબર આઝમને પાછળ છોડી દીધો છે. ICC ODI રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો યથાવત છે. શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્મા ટોપ-10 બેટ્સમેનોમાં સામેલ છે. વિરાટ કોહલી ચોથા નંબર પર છે. જ્યારે રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે.

ભારતનો દબદબો યથાવત

તે જ સમયે, ODI સિવાય, ભારતીય ટીમ ટેસ્ટ અને T20 ફોર્મેટમાં ટોચ પર છે. આ રીતે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો દબદબો યથાવત છે. શુભમન ગિલ ICC ODI રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે, જ્યારે બોલરોની રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ ટોપ પર છે. આ સિવાય રવિ અશ્વિન ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 બોલર છે. જ્યારે ટેસ્ટ ફોર્મેટમાં રવિન્દ્ર જાડેજા નંબર-1 ઓલરાઉન્ડર છે. સૂર્યકુમાર યાદવ T20 ફોર્મેટમાં નંબર-1 બેટ્સમેન છે.

આ કારનામું કરનાર ગિલ ચોથો ભારતીય

પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ODI ફોર્મેટમાં નંબર-1 બેટ્સમેન હતો, પરંતુ હવે શુભમન ગિલ ટોપ પર કબજો કરી લીધો છે. શુભમન ગિલ ICC રેન્કિંગમાં ટોચ પર રહેનાર ચોથો ભારતીય બેટ્સમેન છે. સચિન તેંડુલકર ODI રેન્કિંગમાં ટોચ પર રહેનાર પ્રથમ ભારતીય બેટ્સમેન હતો. આ પછી પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બીજો બેટ્સમેન બન્યો. સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની બાદ વિરાટ કોહલીએ ODI રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે જ સમયે, હવે શુભમન ગિલ ICC ODI રેન્કિંગમાં ટોચનો બેટ્સમેન બની ગયો છે.

  • Follow us on: