- ICC એ T20 વર્લ્ડ કપ 2024માં ઉપયોગમાં લેવાતી પીચોની રેટિંગ જાહેર
- T20 વર્લ્ડ કપ 2024ને લઇ ICCએ જાહેર કર્યો ચોંકાવનારો રિપોર્ટ
- રિપોર્ટથી સૌથી મોટો ફટકો અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને પડ્યો
ICC એ T20 વર્લ્ડ કપ 2024માં ઉપયોગમાં લેવાતી પીચોની રેટિંગ જાહેર કરી છે. જેમાં ઘણી મેચોની પીચને સંતોષકારક ગણાવવામાં આવી છે, પરંતુ આ રિપોર્ટથી સૌથી મોટો ફટકો અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને પડ્યો છે. અફઘાનિસ્તાનની ટીમ ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે શરમજનક રીતે હારી ગઈ હતી.
T20 વર્લ્ડ કપ 2024ની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા કરવામાં આવી હતી. ટુર્નામેન્ટની શરૂઆતની મેચો અમેરિકામાં રમાઈ હતી જ્યારે તમામ ફાઈનલ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જો કે આ ટૂર્નામેન્ટમાં અમેરિકામાં રમાયેલી તમામ મેચોમાં બેટ્સમેનોને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ પીચો પર બેટ્સમેન બોલરો સામે સંપૂર્ણ રીતે સંઘર્ષ કરી રહ્યા હતા. આ પછી, આક્ષેપો થવા લાગ્યા કે અમેરિકાની પિચો માપદંડો અનુસાર બનાવવામાં આવી નથી, જેની મેચોના પરિણામો પર નોંધપાત્ર અસર પડી. હવે આઈસીસી દ્વારા વર્લ્ડ કપની પીચને લઈને રેટિંગ જારી કરવામાં આવ્યું છે, જેમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચની પિચને સર્વશ્રેષ્ઠ પિચ માનવામાં આવી છે.
ICCએ પીચ રિપોર્ટ જાહેર કર્યો
T20 વર્લ્ડ કપ 2024માં તમામ મેદાનો પર રમાયેલી મેચોનો પિચ રિપોર્ટ ICC મેચ રેફરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ICC દ્વારા અમેરિકાને રાહત આપવામાં આવી છે. ICCએ અમેરિકાને ક્લીનચીટ આપી છે અને ત્યાં રમાયેલી તમામ મેચોની પીચોને સંતોષકારક ગણાવી છે. આમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ સામેલ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી હારેલી રમત છીનવીને જીત મેળવી હતી.
3 પીચોમાં ખામીઓ મળી
ICCએ પોતાના રિપોર્ટમાં 3 પિચોને અસંતોષકારક ગણાવી છે. જેમાં 2 પિચ અમેરિકાની હતી જ્યારે 1 પિચ વેસ્ટ ઈન્ડિઝની હતી. ટૂર્નામેન્ટમાં કુલ 52 મેચો રમાઈ હતી, જેમાં 31 પીચોને સંતોષકારક માનવામાં આવી હતી અને 18 પીચોને ICC રેટિંગમાં સારી માનવામાં આવી હતી
ભારતની તમામ મેચોમાં પિચ સારી હતી
ભારતે ગ્રુપ સ્ટેજમાં અમેરિકામાં કુલ 4 મેચ રમવાની હતી. કેનેડા સામેની આમાંથી એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. આ સિવાય ભારતે પાકિસ્તાન, આયર્લેન્ડ અને યુએસએ સામે મેચ રમી હતી જેમાંથી ભારતે તમામ મેચ જીતી હતી. આ ઉપરાંત ભારતે ટૂર્નામેન્ટમાં સુપર-8માં વધુ ત્રણ સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચ રમી હતી, જેમાં તમામ પીચો સંતોષકારક જાહેર કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનને ભારે નુકસાન થયું
ICCના રિપોર્ટમાં માત્ર 3 પિચોને જ અસંતોષકારક જાહેર કરવામાં આવી છે. જેમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી સેમી ફાઈનલ મેચ પણ સામેલ છે. અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદમાં રમાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ બાદ જ પિચ પર સવાલો ઉઠવા લાગ્યા હતા.