- નવી ઓવર શરૂ કરવામાં મોડું થશે તો ફટકારવામાં આવાશે પેનલ્ટી
- ICCની બોર્ડની મિટિંગમાં બોલર્સ માટે સ્ટોપ ક્લોક પર સહમતી
- 60 સેકન્ડથી વધુ સમય લેશે તો બોલિંગ ટીમ પર 5 રનનો દંડ લાગશે
ICC એ ODI વર્લ્ડ કપ 2023 પૂર્ણ થતાંની સાથે જ ક્રિકેટના કેટલાંક નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર રમતની ગતિને ઝડપી બનાવવા માટે કરવામાં આવ્યો છે. ICCએ બોલરો માટે ટાઈમ આઉટ જેવા નિયમો પણ બનાવ્યા છે. ક્રિકેટની સંચાલક સંસ્થા ICCએ મંગળવારે કહ્યું કે જો બોલર ઇનિંગમાં ત્રીજી વખત નવી ઓવર શરૂ કરવામાં 60 સેકન્ડથી વધુ સમય લેશે તો બોલિંગ ટીમ પર 5 રનનો દંડ લાગશે. આ નિયમ હાલમાં પુરૂષ ક્રિકેટમાં ODI અને T20 ફોર્મેટમાં લાગુ થશે. શરૂઆતમાં આ નિયમ ટ્રાયલ માટે લાગુ કરવામાં આવશે અને આગળ ઉપયોગિતા અને પ્રભાવને જોતાં તેને સ્થાયી રીતે લાગુ કરવામાં આવી શકે છે. આ નિર્ણય આઇસીસીની બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો છે.
“CECએ ડિસેમ્બર 2023 થી એપ્રિલ 2024 સુધી પુરુષોની ODI અને T20 ક્રિકેટમાં ટ્રાયલ ધોરણે સ્ટોપ ક્લોક રજૂ કરવા માટે સહમતી વ્યક્ત કરવામાં આવી છે. સ્ટોપ ક્લોકનો ઉપયોગ ઓવરો વચ્ચેનો સમય ઘટાડવા માટે કરવામાં આવશે.










