- 14 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે U19 વર્લ્ડ કપ
- U19 વર્લ્ડ કપનું સ્થળ શ્રીલંકાથી બદલીને દક્ષિણ આફ્રિકા કરાયું
- શ્રીલંકાની ટીમને અપાઈ વર્લ્ડ કપ-2024માં રમવાની મંજૂરી
વર્ષ 2024માં યોજાનારા અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા ICCએ મોટો નિર્ણય લીધો છે. ICCએ વર્લ્ડ કપનું સ્થળ બદલવાનો નિર્ણય લીધો છે. જેના કારણે શિડ્યુલમાં મોટો ફેરફાર થયો છે. જણાવી દઈએ કે પહેલા આ અંડર 19 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં યોજાવાની હતી, પરંતુ ICCએ તેનું સ્થળ બદલવાનો નિર્ણય લીધો છે. આનાથી શ્રીલંકાને વધુ એક ઝટકો લાગ્યો છે. હાલમાં જ ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું હતું, ત્યારબાદ વર્લ્ડ કપની યજમાન ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે.
https://twitter.com/ICC/status/1726932910530547991
હવે ક્યા યોજાશે U19 વર્લ્ડ કપ 2024?
ICCએ આગામી વર્ષે યોજાનાર U19 ક્રિકેટ વર્લ્ડ કપનું સ્થળ બદલીને દક્ષિણ આફ્રિકા કરી દીધું છે. પહેલા આ વર્લ્ડ કપ શ્રીલંકામાં યોજાવા જઈ રહ્યો હતો, પરંતુ હવે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં યોજાવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે T20 ક્રિકેટ વર્લ્ડ કપ સિવાય આવતા વર્ષે અંડર 19 ODI વર્લ્ડ કપ પણ યોજાશે. ICCએ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનું સ્થળ બદલીને દક્ષિણ આફ્રિકા કરી દીધું છે. ICC ક્રિકેટ બોર્ડે શ્રીલંકન ક્રિકેટમાં વહીવટી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
શ્રીલંકાની ટીમને મળી વર્લ્ડ કપમાં રમવાની મંજૂરી
ICCએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરવાના તાજેતરના નિર્ણયને યથાવત રાખ્યો છે, પરંતુ શ્રીલંકાની અંડર-19 ટીમને સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. અંડર-19 વર્લ્ડ કપ 14 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે, જેના માટે સ્થળ બદલવામાં આવ્યું છે. શ્રીલંકા માટે આ ખરાબ સમાચાર છે. જો આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં યોજાઈ હોત તો શ્રીલંકાના ખેલાડીઓને પોતાની પીચ પર રમવાનો લાભ મળત, પરંતુ સ્થળ બદલાવાથી તેમને મોટો ફટકો પડ્યો છે.