• ICC મહિલા T20 વર્લ્ડકપ 2024નું નવું શેડ્યૂલ જાહેર
  • હવે ટૂર્નામેન્ટની મેચ બાંગ્લાદેશને બદલે UAEમાં રમાશે
  • ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાશે

ICC મહિલા T20 વર્લ્ડકપ 2024નું નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. હવે ટૂર્નામેન્ટની તમામ મેચ બાંગ્લાદેશને બદલે UAEમાં રમાશે. આ ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી શરૂ થશે અને 20 ઓક્ટોબરે ફાઈનલ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં પોતાનો પડકાર રજૂ કરશે, જ્યાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં રમાશે, જ્યારે શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે થશે અને આ મેચ પણ દુબઈમાં જ રમાશે.

બે જૂથોમાં વહેંચવામાં આવી ટીમ

ICCએ આ ટૂર્નામેન્ટ માટે 2 ગ્રુપ બનાવ્યા છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. શેડ્યૂલ મુજબ વર્લ્ડકપની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે 3 ઓક્ટોબરે રમાશે. આ પહેલા તમામ ટીમો વોર્મ અપ મેચો પણ રમતી જોવા મળશે.

ટુર્નામેન્ટનું ફોર્મેટ શું છે?

ICC મહિલા T20 વર્લ્ડકપ 2024માં કુલ 23 મેચો રમાશે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 4-4 મેચ રમશે. બંને ગ્રૂપની ટોચની 2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ ફાઇનલ મેચ રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટમાં સેમી ફાઈનલ અને ફાઈનલ બંને માટે 'રિઝર્વ ડે' રાખવામાં આવ્યો છે.


ભારત-પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે થશે ટક્કર

ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ દુબઈના મેદાન પર રમશે. આ પહેલા ટીમ ઈન્ડિયા 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. 9 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે મેચ રમતા જોવા મળશે. ભારત ગ્રુપ સ્ટેજની ચોથી મેચ ઓસ્ટ્રેલિયા સામે 13 ઓક્ટોબરે રમશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ વોર્મ-અપ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે અને બીજી સાઉથ આફ્રિકા સામે થશે.


T20 વર્લ્ડકપનું ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ

  • 3 ઓક્ટોબર, ગુરુવાર, બાંગ્લાદેશ vs સ્કોટલેન્ડ, શારજાહ
  • ગુરુવાર 3 ઓક્ટોબર, પાકિસ્તાન vs શ્રીલંકા, શારજાહ
  • 4 ઓક્ટોબર, શુક્રવાર, દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, દુબઈ
  • 4 ઓક્ટોબર, શુક્રવાર, ભારત vs ન્યુઝીલેન્ડ, દુબઈ
  • 5 ઓક્ટોબર, શનિવાર, બાંગ્લાદેશ vs ઈંગ્લેન્ડ, શારજાહ
  • 5 ઓક્ટોબર, શનિવાર, ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા, શારજાહ
  • 6 ઓક્ટોબર, રવિવાર, ભારત vs પાકિસ્તાન, દુબઈ
  • 6 ઓક્ટોબર, રવિવાર, વેસ્ટ ઈન્ડિઝ vs સ્કોટલેન્ડ, દુબઈ
  • 7 ઓક્ટોબર, સોમવાર, ઈંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા, શારજાહ
  • 8 ઓક્ટોબર, મંગળવાર, ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ, શારજાહ
  • 9 ઓક્ટોબર, બુધવાર, દક્ષિણ આફ્રિકા vs સ્કોટલેન્ડ, દુબઈ
  • 9 ઓક્ટોબર, બુધવાર, ભારત vs શ્રીલંકા, દુબઈ
  • 10 ઓક્ટોબર, ગુરુવાર, બાંગ્લાદેશ vs વેસ્ટ ઈન્ડિઝ, શારજાહ
  • 11 ઓક્ટોબર, શુક્રવાર, ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, દુબઈ
  • 12 ઓક્ટોબર, શનિવાર, ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા, શારજાહ
  • 12 ઓક્ટોબર, શનિવાર, બાંગ્લાદેશ vs દક્ષિણ આફ્રિકા, દુબઈ
  • 13 ઓક્ટોબર, રવિવાર, ઈંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ, શારજાહ
  • 13 ઓક્ટોબર, રવિવાર, ભારત vs ઓસ્ટ્રેલિયા, શારજાહ
  • 14 ઓક્ટોબર, સોમવાર, પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ, દુબઈ
  • 15 ઓક્ટોબર, મંગળવાર, ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, દુબઈ,
  • 17 ઓક્ટોબર, ગુરુવાર, પ્રથમ સેમી-ફાઇનલ, દુબઈ
  • 18 ઓક્ટોબર, શુક્રવાર, બીજી સેમી-ફાઇનલ, શારજાહ
  • 20 ઓક્ટોબર, રવિવાર, ફાઈનલ, દુબઈ
  • Follow us on: