ICC મહિલા T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેચ જીતીને ન્યુઝીલેન્ડે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ન્યૂઝીલેન્ડે 14 વર્ષ બાદ પ્રથમ વખત ICC મહિલા T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થવાનો છે. ફાઇનલ મેચ 20 ઓક્ટોબરે રમાશે.


વિશ્વને મળશે નવી ચેમ્પિયન ટીમ

સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ બંને એવી ટીમો છે જે આજ સુધી ICC મહિલા T20 વર્લ્ડકપનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી. બંને ટીમો પ્રથમ વખત આ ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. બંને દેશો માટે આ ખૂબ જ ખાસ ક્ષણ હશે. વાસ્તવમાં, બંને દેશોની પુરૂષ કે મહિલા ટીમ આજ સુધી એકપણ વર્લ્ડકપ ટાઈટલ જીતી શકી નથી. આવી સ્થિતિમાં, જે પણ ટીમ આ ફાઇનલ મેચ જીતે છે, તે ખૂબ જ ઐતિહાસિક બનવાની છે અને વિશ્વને વર્લ્ડકપનો નવી ચેમ્પિયન ટીમ મળવાની છે.

સાઉથ આફ્રિકાએ સતત બીજી વખત ફાઇનલમાં બનાવી જગ્યા 

સાઉથ આફ્રિકાએ સતત બીજી વખત મહિલા T20 વર્લ્ડકપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. જોકે ગત વખતે સાઉથ આફ્રિકા ખિતાબ જીતવામાં સફળ રહ્યું ન હતું. સાઉથ આફ્રિકાને ગયા વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ, સાઉથ આફ્રિકાએ પણ મેન્સ T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા સામે હારીને સાઉથ આફ્રિકાનું પ્રથમ વખત ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું. હવે ચાહકોની અપેક્ષા મહિલા ટીમ પાસેથી છે કે તે ટાઇટલ જીતે અને સાઉથ આફ્રિકાના ચોકર્સનું ટેગ હટાવશે.


  • Follow us on: