• રાહુલ અને સ્પિનર બિશ્નોઈએ LSG સારો દેખાવ કરવાની જરૂર છે

  • લોકેશ રાહુલ ટીમને પ્રથમ ટાઇટલ જીતાડવામાં સફળ રહેશે
  • ટી20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત બનશે

લખનઉ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ જસ્ટિન લેંગરનું માનવું છે કે જો લોકેશ રાહુલ ટીમને પ્રથમ ટાઇટલ જીતાડવામાં સફળ રહેશે તો ટી20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત બનશે. સ્નાયુ ખેંચાઈ જવાની ઈજામાંથી બહાર આવેલો રાહુલ આઇપીએલમાં વિકેટકીપિંગ કરશે નહીં. ભારતની ટી20 ટીમમાં પસંદગી નિશ્ચિત નહીં હોવાના કારણે તેણે આઇપીએલમાં બેટિંગમાં અને સ્ટમ્પ પાછળ વિકેટકીપિંગમાં વધારે સારો દેખાવ કરવો પડશે. સુકાનીની વ્યક્તિગત અપેક્ષાઓ તથા ટીમના હિત વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવવામાં આવશે તેના સંદર્ભમાં લેંગરે જણાવ્યું હતું કે આ મુશ્કેલ નથી. જો ટીમ સારો દેખાવ કરે છે તો પ્રત્યેકને ઇનામ મળે છે. રાહુલ લખનઉને ચેમ્પિયન બનાવશે તો તેના મતલબ એ છે કે તેણે સારી કેપ્ટનશિપ કરવા ઉપરાંત સારી બેટિંગ અને વિકેટકીપિંગ પણ કરી છે.

રાહુલ ઉપરાંત લખનઉ સુપર જાયન્ટ્સનો લેગ સ્પિનર રવિ બિશ્નોઈ પણ પસંદગીની રેસમાં છે. લેંગરે જણાવ્યું હતું કે લોકેશ અને બિશ્નોઈ બંનેને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તેઓ લખનઉ ટીમ માટે સારું રમવા ઉપર ધ્યાન આપશે તો ટી20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાની તક વધશે. ગંભીર કોલકાતા સાથે જોડાયો છે તેનું મને દુઃખ છે પરંતુ તે કેકેઆરનો અસલી હકદાર છે. અમે સારા મિત્રો છીએ. પોન્ટિંગ, સ્ટિફન ફ્લેમિંગ અને માઇક હસ્સી સાથે પણ મારે સારી મિત્રતા છે.


  • Follow us on: