- IPL 2024 તાજેતરમાં ટોસ ફિક્સ કરવાને લઈને વિવાદમાં ઘેરાઇ
- એક મેચ દરમિયાન સિક્કાની બંને બાજુ હેડ્સ હોવાનો દાવો
- કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આ બધું એડિટીંગ છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ તાજેતરમાં ટોસ ફિક્સ કરવાને લઈને વિવાદમાં ફસાઈ હતી. તે પછી એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું કે ટોસ વખતે કેમેરામેન સિક્કાની નજીક જઈને બતાવશે કે ખરેખર હેડ્સ કે ટેલ્સમાંથી શું નીકળ્યું છે. પરંતુ હવે વધુ એક વીડિયોએ મોટો વિવાદ ઉભો કર્યો છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે IPL બધાને મૂર્ખ બનાવી રહી છે કારણ કે એક મેચ દરમિયાન સિક્કાની બંને બાજુ હેડ્સ હતા. જો કે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આ બધું એડિટીંગ છે, અન્ય લોકો દાવો કરી રહ્યા છે કે Jio સિનેમા પરના મૂળ વીડિયોમાં પણ હેડ્સ જ છે.
સિક્કાની બન્ને બાજુ હેડ્સ હોવાનો દાવો
આ મામલો છે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ મેચનો, જે પ્લેઓફના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ મેચ હતી. મેચની શરૂઆત પહેલા રિષભ પંતે ટોસ કર્યો અને કેએલ રાહુલે હેડ્સની માંગણી કરી. સિક્કાની બંને બાજુઓ પર હેડ્સ હોવાથી લોકો દાવો કરી રહ્યા છે કે LSGની તરફેણમાં જવા માટે ટોસ અગાઉથી નક્કી કરવામાં આવ્યો હતો. Jio સિનેમા પર સંપૂર્ણ મૂળ વિડિયો જોયા પછી પણ, સિક્કા પર ટેલ્સ (T) નું કોઈ નિશાન દેખાતું નથી. ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સ્લો મોશનમાં બતાવવામાં આવ્યો છે.
મેચ કોણ જીત્યું?
દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં, ડીસીએ પહેલા રમતા 208 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી એલએસજી 9 વિકેટ ગુમાવીને માત્ર 189 રન બનાવી શકી હતી. આમ છતાં બંને ટીમો હજુ સુધી પ્લેઓફની રેસમાંથી બહાર નથી થઈ. પરંતુ ટોપ-4માં પહોંચવા માટે બંને ટીમોએ અન્ય મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.