- IPL 2024ની ફાઈનલ મેચ KKR અને SRH વચ્ચે રમાશે
- ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટાઈટલ મેચ રમાશે
- અમેરિકન રોક બેન્ડ 'ઇમેજિન ડ્રેગન'નું પરફોર્મન્સ જોવા મળશે
IPL 2024ની ફાઈનલ મેચ 26 મે, રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટાઈટલ મેચ રમાશે. મેચ પહેલા ક્લોઝિંગ સેરેમની થશે, જેમાં અમેરિકન રોક બેન્ડ 'ઇમેજિન ડ્રેગન'નું પરફોર્મન્સ જોવા મળશે. અમેરિકન બેન્ડ સમાપન સમારોહમાં વાતાવરણ ઊભું કરશે તેની ખાતરી છે.
IPLના સમાપન સમારોહમાં પરફોર્મ કરશે 'ઇમેજિન ડ્રેગન' બેન્ડ
'ઇમેજિન ડ્રેગન' દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તેઓ IPLના સમાપન સમારોહમાં પરફોર્મ કરશે. બેન્ડના મુખ્ય ગાયક ડેન રેનોલ્ડ્સે સ્ટાર સ્પોર્ટ્સ વીડિયોમાં કહ્યું હતું કે તે IPL 2024ના સમાપન સમારોહમાં હાજર રહેશે. આ સિવાય તેણે વિરાટ કોહલીને ક્રિકેટનો GOAT પણ કહ્યો.
આ બેન્ડ મુંબઇમાં કરી ચૂક્યું છે પરફોર્મ
તમને જણાવી દઈએ કે 'ઇમેજિન ડ્રેગન' આ પહેલા 2023માં ભારતની મુલાકાતે આવી હતી, જ્યાં તેણે મુંબઈમાં એક મ્યુઝિક ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું હતું. આ બેન્ડનું IPL સાથે ખૂબ જ ખાસ જોડાણ છે. બેન્ડની શરૂઆત આઈપીએલની જેમ 2008માં થઈ હતી.
આ રીતે KKR અને હૈદરાબાદે ફાઇનલમાં જગ્યા બનાવી
નોંધનીય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સે લીગ સ્ટેજને પોઈન્ટ ટેબલમાં નંબર વન પર સમાપ્ત કર્યું હતું, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ બીજા સ્થાને હતું. બંને વચ્ચે પહેલો ક્વોલિફાયર રમાયો હતો, જેમાં કોલકાતાએ જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ક્વોલિફાયર 2માં હૈદરાબાદની જીત
આ પછી હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે બીજી ક્વોલિફાયર રમી, જેણે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું. હૈદરાબાદે રાજસ્થાનને બીજા એલિમિનેટરમાં હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. હવે બંને ટીમો ટાઈટલ માટે ફાઈનલ મેચમાં સામસામે ટકરાશે.
ત્રીજા ટાઇટલ તરફ કોલકાતાની નજક
કોલકાતાની નજર તેના ત્રીજા ટાઇટલ તરફ રહેશે. આ પહેલા કેકેઆરએ 2012 અને 2014માં ટ્રોફી જીતી હતી. ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં ટીમે બંને ટ્રોફી જીતી હતી. બીજી તરફ હૈદરાબાદે તેની પ્રથમ ટ્રોફી 2016માં જીતી હતી. હૈદરાબાદે ડેવિડ વોર્નરની કપ્તાનીમાં આ ખિતાબ જીત્યો હતો. હૈદરાબાદે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું.