• આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 
  • રોહિત શર્મા લગભગ 14 મહિના પછી T20માં કેપ્ટન તરીકે પરત ફર્યો
  • રોહિતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. તેની પ્રથમ મેચ મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંજુ સેમસન આ મેચ નથી રમી રહ્યો. વિકેટકીપર તરીકે જીતેશ શર્માને પસંદગી આપવામાં આવી છે. આ જીતેશ શર્માનું હોમ ગ્રાઉન્ડ છે. તે IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમે છે. આ સિરીઝ 11 થી 17 જાન્યુઆરી દરમિયાન યોજાશે. રોહિત શર્મા લગભગ 14 મહિના પછી T20માં કેપ્ટન તરીકે પરત ફર્યો છે. વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ T20 રમી રહ્યો નથી.

ભારતની ઇનિંગ

અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી20માં ભારતની 6 વિકેટે જીત થઇ છે. રોહિત શર્માની શરૂઆતમાં જ વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે સ્થિતિ કાબુમાં રાખી હતી. શુભમન ગિલે 12 બોલમાં 5 ફોરની મદદથી 23 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 22 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન બનાવ્યા. શિવમ દુબેએ ભારત માટે મહત્વની ઇનિંગ રમી હતી. દુબેએ 40 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 60 રન બનાવ્યા હતા. રિંકુ સિંહ પણ 9 બોલમાં 2 ફોરની મદદથી 16 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઉપરાંત જીતેશ શર્માએ 20 બોલમાં 5 ફોરની મદદથી 31 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના બોલરોની વાત કરીયે તો મુજીબ ઉર રહેમાનને 2 વિકેટ તથા અઝમતુલ્લા ઉમરઝાઈને 1 વિકેટ મળી હતી. આ સાથે ભારતે સિરીઝમાં 1-0થી લીડ હાંસલ કરી છે.

ફિફ્ટી: ભારતીય બેટ્સમેન શિવમ દુબેએ ફિફ્ટી પુરી કરી છે. દુબે એ 4 ફોર અને 1 સિક્સની મદદથી 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ સાથે ભારત જીતની નજીક પહોંચી ગયું છે. 

જીતેશ શર્મા આઉટ: ભારતને ચોથો ઝટકો જીતેશ શર્માના રૂપમાં લાગ્યો છે. જીતેશે 20 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી. 

તિલક વર્મા: તિલક વર્મા 22 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. અઝમતુલ્લાએ તિલકને પવેલિયનનો રસ્તો બતાવ્યો. શિવમ દુબે 16 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. જીતેશ શર્મા હવે બેટિંગ કરી રહ્યો છે. આ સાથે ભારતનો સ્કોર 72/3 થયો છે.

ગિલ આઉટ: શુભમન ગિલના રૂપમાં ભારતને બીજો ઝટકો લાગ્યો છે. ગિલે 5 ફોરની મદદથી 23 રન બનાવ્યા હતા. ગિલ મુજીબ ઉર રહેમાનની ગૂગલીનો શિકાર થયો હતો. આર ગુરબાઝે તેને સ્ટમ્પિંગ આઉટ કર્યો હતો. આ સાથે 3.5 ઓવર બાદ ભારતનો સ્કોર 28/2 થયો છે.

રોહિત આઉટ: ફારૂકીના બીજા બોલ પર જ રોહિત શર્મા આઉટ થયો છે. રોહિત શર્મા રન લેવા દોડ્યો હતો પણ બોલ ખેલાડીના હાથમાં હોવાથી ગિલે પોતાની જગ્યા છોડી ન હતી અને રોહિત રન આઉટ થઇ ગયો હતો. 

ભારતનો દાવ શરૂ થઇ ગયો છે. અફઘાનિસ્તાને આપેલા 159 રનના લક્ષ્યનો પીછો કરવા કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર આવી ગયા છે. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી પ્રથમ બોલ નાખશે. 

અફઘાનિસ્તાનની ઇનિંગ

ઇનિંગ પુરી: પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે પાંચ વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ભારતને હવે જીતવા માટે 159 રનનો ટાર્ગેટ છે. મોહમ્મદ નબીએ 3 સિક્સ અને 2 ફોરની મદદથી 42 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત અઝમતુલ્લા ઉમરઝાઈએ 29 રન, ગુરબાઝ 23 રન, ઇબ્રાહિમ ઝરદાન 25 રન તથા નજીબુલ્લાહ ઝદરાને 19 રન બનાવ્યા હતા. ભારતની બોલિંગની વાત કરીયે તો અક્ષર પટેલ અને મુકેશ કુમારને 2-2 સફળતા મળી હતી. આ ઉપરાંત શિવમ દુબે પણ 1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. રવિ બિશ્નોઇ ભારત માટે સૌથી મોંઘો સાબિત થયો હતો.

નબી આઉટ: અફઘાનિસ્તાનને 5મો ઝટકો લાગ્યો છે. મુકેશ કુમારના બોલ પર મોટો શોટ રમવાની ઇચ્છામાં મોહમ્મદ નબી રિંકુ સિંહના હાથમાં કેચ આપી બેઠો હતો. આ સાથે 18 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર 130/5 થયો છે.

ઉમરઝાઇ આઉટ: 18મી ઓવરમાં અફઘાનિસ્તાનને ચોથો ઝટકો લાગ્યો છે. મુકેશ કુમારના પહેલા બોલ પર જ અઝમતુલ્લા ઉમરઝાઈ આઉટ થયો હતો. આ સાથે અફઘાનિસ્તાનનો સ્કોર 125/4 પર પહોંચ્યો છે.

16 ઓવર પુરી:  નબી - ઉમરજાઇએ અફઘાનિસ્તાનને પાછુ ગેમમાં લાવ્યું છે. બન્નેની તોફાની બેટિંગની મદદથી અફઘાનિસ્તાને 16 ઓવર બાદ 120/3 રન બનાવ્યા છે. 

રહેમત શાહ આઉટ: અક્ષર પટેલ આજે બોલથી કમાલ કરી રહ્યો છે. અક્ષરે રહેમત શાહના રૂપમાં પોતાની બીજી વિકેટ લીધી છે. આ સાથે અફઘાનિસ્તાનનો 10 ઓવર પછી સ્કોર 57/3 પર પહોંચ્યો છે. આ સાથે અફઘાનિસ્તાનના અઝમતુલ્લા ઉમરઝાઈ અને મોહમ્મદ નબી બેટિંગ કરી રહ્યાં છે.

ઇબ્રાહિમ આઉટ: ભારતને તરત બીજી વિકેટ મળી છે. ગુજબાઝ બાદ તેમના ઓપનિંગ પાર્ટનર ઇબ્રાહિમ ઝદરાન પણ શુવમ દુબેના બોલ પર રોહિત શર્માના હાથમાં કેચ આપી બેઠો હતો. 

ગુજબાઝ આઉટ: ભારતને પ્રથમ સફળતા મળી છે. અક્ષર પટેલના બોલ પર રહેમાનુલ્લા ગુરબાઝ આગળ વધતા જીતેશ શર્માના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. અફઘાનિસ્તાનનો સ્કોર 50/1 છે.

અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝદરાન ક્રિઝ પર આવી ગયા છે. ભારત તરફથી અર્શદીપ સિંહ ઇનિંગનો પ્રથમ બોલ નાખશે.

ભારતની પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (wc), શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર.

અફઘાનિસ્તાનની પ્લેઇંગ 11: રહેમાનુલ્લા ગુરબાઝ (wc), ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહમત શાહ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનત, ગુલબદ્દીન નાયબ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક, મુજીબ ઉર રહેમાન.

મોહાલી બિન્દ્રા સ્ટેડિયમ પિચ રિપોર્ટ

મોહાલીના આઈએસ બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે મદદરૂપ રહી છે. ઉછાળવાળી પીચને કારણે બેટ્સમેન માટે અહીં રમવું ખૂબ જ સરળ બની જાય છે. બોલ બેટ પર ખૂબ સારી રીતે આવે છે. એટલું જ નહીં મોહાલીની આઉટફિલ્ડ પણ ખૂબ જ ઝડપી છે. આવી સ્થિતિમાં સિક્સરની સાથે સાથે અનેક ચોગ્ગા પણ ફટકારે છે. બેટિંગ ઉપરાંત નવો બોલ પણ બોલરને શરૂઆતમાં ઘણી મદદ કરે છે.

આજે મોહાલીનું હવામાન કેવું રહેશે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઇ રહી છે. દેશનો આ હિસ્સો અત્યારે તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યો છે અને પહાડોની નજીક હોવાને કારણે મોહાલીનું વાતાવરણ એકદમ ઠંડુ રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં ઝાકળની બહુ અસર જોવા મળી નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે આ મેચમાં ઘાસ પર ઝાકળની હાજરી ચોક્કસપણે જોવા મળશે અને જેમ જેમ મેચ આગળ વધશે તેમ ઠંડી અને ઝાકળ વધશે. અસર પણ વધશે. મોહાલીમાં દિવસ દરમિયાન ચોક્કસપણે આછો તડકો જોવા મળશે પરંતુ સાંજ ખૂબ જ ઠંડી રહેશે. વરસાદની કોઈ આગાહી નથી. જો તાપમાનની વાત કરીએ તો આજે મોહાલીમાં મહત્તમ તાપમાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઘટી શકે છે.

  • Follow us on: