• અફઘાનિસ્તાન સામે ભારતે 3-0થી સિરીઝ જીતી લીધી

  • વિરાટ કોહલી 'મોયે મોયે' પર ડાન્સ કરતો જોવા મળ્યો
  • ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ ચાહકોનું દિલ જીત્યું

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે એડિ ચોટીનું જોર લગાવ્યા છતા ત્રણ મેચની સિરીઝની ત્રીજી T20 મેચમાં ભારતને હરાવવામાં નિષ્ફળ રહી હતી. ભારતીય ટીમે તેના શાનદાર પ્રદર્શનના આધારે આ છેલ્લી દીલધડક મેચમાં જીત સાથે સિરીઝ 3-0થી જીતી લીધી. ઘણા રેકોર્ડમાંથી, કેટલીક એવી ઘટનાઓ પણ જોવામાં આવી હતી જેણે ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું. બુધવારે બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20 મેચ સુપર ઓવરમાં ગયા પછી, ભારતના ડીજેએ વાયરલ મેમ ગીત 'મોયે-મોયે' વગાડ્યું, પરંતુ મામલો ત્યારે રસપ્રદ બન્યો જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 'મોયે મોયે' પર ડાન્સ કરતો જોવા મળ્યો. જોકે ભારતે ઐતિહાસિક 2 સુપર ઓવર બાદ મેચ જીતી લીધી હતી.

રોહિત – રિંકુ એ સંભાળી બાજી

ત્રીજી T20Iમાં કોહલી એક પણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. ભારતને શરૂઆતમાં ચાર ઝટકા લાગ્યા બાદ રોહિત શર્મા અને રિંકુ સિંહે ટીમની કમાન સંભાળી હતી. બંને વચ્ચેની ભાગીદારીએ ભારતને 212 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

‘મોયે મોયે’ પર કોહલીએ કર્યો ડાન્સ

બીજી તરફ અફઘાનિસ્તાનના બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને પોતાની અડધી સદી સાથે ટીમને સારી શરૂઆત અપાવી હતી. ગુલબદ્દીન નઇબના 23 બોલમાં અણનમ 55* રન મેચને સુપર ઓવરમાં ધકેલ્યા હતા. મેચ સુપર ઓવરમાં ગયા બાદ સ્ટેડિયમમાં ડીજેએ 'મોયે મોયે' ગીત વગાડ્યું હતું અને કોહલી તે ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો., આ વીડિયો હવે સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


રોહિત શર્માના નામે થયો રેકોર્ડ

રોહિત શર્માએ એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે કારણ કે ભારતીય કેપ્ટન હવે સૌથી વધુ T20I સદીઓ મારનાર ખેલાડી બની ગયો છે. પ્રથમ સુપર ઓવરમાં બંને ટીમોએ 16-16 રન બનાવ્યા અને ઐતિહાસિક બીજી સુપર ઓવરનો રેકોર્ડ બનાવ્યો. નજીકના મુકાબલામાં ભારત બીજી સુપર ઓવરમાં 11 રન બનાવવામાં સફળ રહ્યું હતું. ફાઇનલમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય કેપ્ટન રોહિતને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સૌથી વધુ રન અને 2 વિકેટ લેનાર શિવમ દુબેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.

  • Follow us on: