• ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20I સિરીઝ રમાશે
  • આ ત્રણ મેચની T20 સિરીઝ જાન્યુઆરીમાં રમાશે
  • પ્રથમ વખત બંને ટીમો વ્હાઇટ બોલની સિરીઝ રમશે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20I આંતરરાષ્ટ્રીય સિરીઝ જાન્યુઆરીમાં રમાશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. ભારત અને અફઘાનિસ્તાનની ટીમો આઈસીસી અને અન્ય ઈવેન્ટ્સમાં ઘણી વખત સામસામે આવી ચૂકી છે, પરંતુ બંને વચ્ચે ક્યારેય કોઈ વ્હાઇટ બોલ એટલે કે મર્યાદિત ઓવરોની સિરીઝ રમાઈ નથી.

ભારત- અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝ

આ પ્રથમ વખત હશે જ્યારે બંને ટીમો વ્હાઇટ બોલની સિરીઝ રમશે. આ પહેલા ભારત અને અફઘાનિસ્તાન 2023 ODI વર્લ્ડકપમાં ટકરાયા હતા. હવે બંને ટીમો 3 T20 ઇન્ટરનેશનલ મેચોની સિરીઝમાં આમને-સામને થશે. અફઘાનિસ્તાનની ટીમ આ સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરશે. બંને વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં, બીજી 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી અને છેલ્લી મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે. હજુ સુધી બંને ટીમોએ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી નથી.

ભારત- અફઘાનિસ્તાન સિરીઝનું શેડ્યૂલ.

  • પ્રથમ T20I મેચ - 11 જાન્યુઆરી, મોહાલી
  • બીજી T20I મેચ – 14 જાન્યુઆરી, ઈન્દોર
  • ત્રીજી T20I મેચ- 17 જાન્યુઆરી, બેંગલુરુ.

અફઘાનિસ્તાનું વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન

અફઘાનિસ્તાને 2023 ODI વર્લ્ડ કપમાં 9 માંથી 4 લીગ મેચ જીતી હતી, ત્યારબાદ ટીમે ટૂર્નામેન્ટને પોઈન્ટ્સમાં છઠ્ઠા સ્થાને પુરી કરી હતી. જો કે ચાર મેચ જીતી ચૂકેલ અફઘાનિસ્તાનને ભારત સામેની મેચમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ટુર્નામેન્ટમાં અફઘાન ટીમે ઈંગ્લેન્ડને 69 રને, પાકિસ્તાનને 8 વિકેટે, શ્રીલંકાને 7 વિકેટે અને નેધરલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યું છે.ટૂર્નામેન્ટમાં નેધરલેન્ડને હરાવ્યા બાદ અફઘાનિસ્તાન એ સ્ટેજ પર પહોંચી ગયું હતું જ્યાંથી તે સેમીફાઈનલમાં જવાનું નક્કી હતું. પરંતુ ટીમે તેની છેલ્લી બે મેચ હારીને આ આશા ખતમ કરી નાખી હતી.


  • Follow us on: