- ફરી એકવાર રોહિત શર્મા ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે
- અફઘનિસ્તાન સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
- રોહિત શર્મા અને કોહલીની 14 મહિના બાદ T20માં વાપસી
BCCI એ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની T20સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે . ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે. રોહિત અને વિરાટ એક વર્ષથી વધુ સમય બાદ T20 ટીમમાં પરત ફર્યા છે. રોહિત શર્માને ફરી એકવાર ટીમની કમાન સોંપવામાં આવી છે. છેલ્લી વખત આ બંને ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2022માં રમતા જોવા મળ્યા હતા. ફરી એકવાર રોહિત શર્મા ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
ટી20 વર્લ્ડ કપ 2024થી આ સિરીઝ ખૂબ જ ખાસ
T20 2024 જૂનમાં શરૂ થશે. આ વખતે T20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. તે પહેલા અફઘાનિસ્તાન સાથેની આ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે ઘણી ખાસ છે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાને તેની વર્લ્ડ કપની તૈયારીઓને પરખવાની તક મળશે. આ સીરિઝ પછી વર્લ્ડ કપ 2024 માટે ટીમ લગભગ નક્કી થઈ જશે કે આગામી ટીમમાં કયા ખેલાડીને સ્થાન મળશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પણ આ T20 સિરીઝ ઘણી મહત્વની રહેશે, કારણ કે આ બંને ખેલાડીઓએ એક વર્ષથી એકપણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. રોહિત-વિરાટ પાસે પણ અફઘાનિસ્તાન સામે આગામી T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓનું પરીક્ષણ કરવાની સુવર્ણ તક છે.
રોહિત-વિરાટના ફેન્સની રાહ થઈ પૂરી
અફઘાનિસ્તાન સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષથી ચાહકો ટી20 ક્રિકેટમાં આ બંને ખેલાડીઓની રાહ જોઈ રહ્યા છે. જોકે, રોહિત-વિરાટ IPL 2023માં રમતા જોવા મળ્યા હતા.
અફઘનિસ્તાન સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, આવેશ ખાન અને અર્શદીપ સિંહ .