• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝ રમાશે
  • ઓસ્ટ્રેલિયાની ટીમને વિરાટ કોહલી, રોહિત શર્માથી નહીં પણ ચેતેશ્વર પૂજારાથી ફટકો પડશે
  • ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે 21 ટેસ્ટમાં 50થી વધુની એવરેજથી 1900 રન બનાવ્યા છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ 17થી 21 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાશે. જો ટીમ ઈન્ડિયા દિલ્હીમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચ પણ જીતી જાય છે તો ઓસ્ટ્રેલિયા માટે તેને ટેસ્ટ સીરીઝમાં હરાવવું શક્ય નહીં બને. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં પહેલી ટેસ્ટ મેચ એક દાવ અને 132 રનથી જીતીને ઓસ્ટ્રેલિયા સામેની 4 મેચની ટેસ્ટમાં 1-0ની લીડ મેળવી હતી. દિલ્હીમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને સૌથી મોટો ખતરો વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનથી નહીં પરંતુ એક ખેલાડીથી પડશે.

આ ઘાતક ખેલાડી બીજી ટેસ્ટમાં એકલા હાથે ઓસ્ટ્રેલિયાને હરાવશે

દિલ્હીમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો આ બેટ્સમેન એકલો જ ઓસ્ટ્રેલિયન ટીમ માટે સૌથી મોટો કાળ બની જશે. આ ખતરનાક બેટ્સમેન બીજું કોઈ નહીં પણ ભારતના સ્ટાર ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા છે. દિલ્હીમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન કરતાં ચેતેશ્વર પૂજારાથી વધુ ખતરો પડશે. જો ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં રનનો વરસાદ કરે છે તો તે સીરીઝમાં મોટો ફેરફાર કરી શકે છે.


ઓસ્ટ્રેલિયન બોલરોના ઉડશે ધજિયાં

હાલમાં જો ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચેતેશ્વર પુજારા વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા ઘણા આગળ છે. ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે 21 ટેસ્ટમાં 50થી વધુની એવરેજથી 1900 રન બનાવ્યા છે જેમાં 5 સદી અને 10 અડધી સદી સામેલ છે. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 204 રન છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા સામેની 21 ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 1694 રન બનાવ્યા છે જેમાં 7 સદી અને 5 અડધી સદી સામેલ છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 169 રન છે.


  • Follow us on: