ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે થોડું ખોટું સાબિત થતું જણાયું હતું. ટીમ ઈન્ડિયાએ 50 રનમાં પોતાની ચાર મોટી વિકેટ ગુમાવી દીધી હતી. પર્થમાં વિરાટ કોહલી પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ હતી પરંતુ ફરી એકવાર કોહલીએ ટીમ અને ચાહકોને નિરાશ કર્યા. કોહલી જોશ હેઝલવુડના વધારાના ઉછાળાવાળા બોલ પર સ્લિપમાં કેચ આઉટ થયો હતો. કોહલીનો ફ્લોપ શો જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
5 રન બનાવીને આઉટ થયો કોહલી
