હવે રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમની કમાન સંભાળશે.
રોહિત ઉપરાંત શુભમન ગિલ પણ પર્થ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. શુભમન ગિલ પ્રેક્ટિસ મેચમાં બીજી સ્લિપમાં કેચ લેતી વખતે ડાબા અંગૂઠામાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈજા પછી તે ખૂબ જ પીડામાં જોવા મળ્યો અને તરત જ સ્કેન માટે મેદાન છોડી ગયો. બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહી છે. આશા છે કે શુભમન તે મેચ માટે સમયસર ફિટ થઈ જશે.
આ ખેલાડીની એન્ટ્રી થઈ શકે છે!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ બેકઅપ તરીકે ડાબોડી બેટ્સમેન દેવદત્ત પડિકલને મુખ્ય ટીમમાં સામેલ કર્યો છે. દેવદત્ત તાજેતરમાં ભારત-A ટીમનો ભાગ હતો, જેણે ઓસ્ટ્રેલિયા-A સામે ચાર દિવસીય મેચ રમી હતી. તેણે ઓસ્ટ્રેલિયા-A સામે 36, 88, 26 અને એક રનની ઇનિંગ્સ રમી હતી. પદિકલે આ વર્ષે ધર્મશાલામાં ઈંગ્લેન્ડ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી, જેમાં તેણે શાનદાર 65 રન બનાવ્યા હતા.
પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ
જસપ્રિત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ*, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીન), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીન), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક.
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
22-26 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ
6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની