- ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે T20I સિરીઝ
- ભારત સામેની T20I સિરીઝમાંથી ડેવિડ વોર્નર
- વોર્નરના સ્થાને ઓલરાઉન્ડર એરોન હાર્ડી કરાયો સામેલ
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત સામે 23 નવેમ્બરથી શરૂ થનારી 5 મેચની T20I સિરીઝમાં જોવા મળશે નહીં. આ અનુભવી ખેલાડીએ વર્લ્ડકપના સફળ અભિયાન બાદ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને તે સ્વદેશ પરત ફરશે. ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝ માટે પહેલા જ તેના કેટલાક મહત્વના ખેલાડીઓને આરામ આપ્યો હતો અને હવે વોર્નર પણ બહાર થઇ ગયો છે. ઓપનિંગ બેટ્સમેનના સ્થાને ઓલરાઉન્ડર એરોન હાર્ડીને સામેલ કરવામાં આવ્યો છે.
ભારત સામેની સિરીઝમાંથી વોર્નર બહાર
ડેવિડ વોર્નર વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 535 રન સાથે ટૂર્નામેન્ટ પૂરી કરી અને પોતાનામાં દર્શાવેલ વિશ્વાસને સંપૂર્ણ રીતે સાચો ઠેરવ્યો હતો. પેટ કમિન્સ, જોશ હેઝલવૂડ અને મિશેલ સ્ટાર્કની ત્રિપુટીને ભારત સામેની ટી-20 શ્રેણી માટે પહેલાથી જ આરામ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, હવે વોર્નરે આગામી ટેસ્ટ સિરીઝમાંથી પણ પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું છે. આ વિસ્ફોટક ઓપનરે આવતા વર્ષે સિડનીમાં પાકિસ્તાન સામેની મેચ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
વર્લ્ડકપ વિજેતા ટીમના સાત ખેલાડીઓ રમશે
ડેવિડ વોર્નર શ્રેણીમાં ન રમી રહ્યો હોવા છતાં, ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ 2023 વિજેતા ટીમના સાત ખેલાડીઓ T20I શ્રેણીમાં ભાગ લેતા જોવા મળશે. આ ખેલાડીઓમાં સીન એબોટ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝમ્પા તેમજ રિઝર્વ સ્પિનર તનવીર સંઘાનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયા સ્કવોડ
મેથ્યુ વેડ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, જેસન બેહરેનડોર્ફ, સીન એબોટ, નાથન એલિસ, કેન રિચર્ડસન, એડમ ઝમ્પા, તનવીર સંઘા.