• વર્લ્ડકપ 2023ના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની થઈ છે હાર
  • ભારતની હાર બાદ ફરીથી મેચ યોજાવાની અફવાઓએ પકડ્યું જોર
  • વર્લ્ડકપ 2023ની ફાઈનલ ફરી યોજાશે નહીં

વર્લ્ડકપ પૂર્ણ થવાના 2 અઠવાડિયાથી વધુ સમય થયો છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ફરી યોજાશે તેવી ચર્ચા ખતમ થઈ નથી. ભારતીય ક્રિકેટ ફેન્સ એક વખત ફરી વર્લ્ડકપ ફાઈનલ જોવા માંગે છે. જેની પાછળ એ કારણ બતાવવામાં આવી રહ્યું છે કે, ટ્રેવિસ હેડે રોહિત શર્માનો કેચ ડ્રોપ કર્યો હતો, પરંતુ તેમણે બેઈમાની કરીને રોહિતને આઉટ આપવા અપીલ કરી હતી. આ તમામ દલીલો વચ્ચે અમુક પોસ્ટમાં સાફ દાવા કરવામાં આવ્યા છે કે, ICCએ વર્લ્ડકપ 2023ની ફાઈનલ ફરી યોજવા માટે નિર્ણય લીધો છે.

શું કરવામાં આવ્યો દાવો?

આ પ્રકારના દાવામાં પણ આ કારણ જણાવવામાં આવી રહ્યું છે કે, રોહિત શર્મા આઉટ નહતો થયો, પરંતુ અંપાયર સહિત કોઈ પણ ખેલાડીએ કેચ ડ્રોપ થવા પર ધ્યાન આપ્યું નહતું. આવી સ્થિતિમાં ICCએ ફરી ફાઈનલ કરાવવાની યોજના બનાવી છે. આ દાવામાં શું હકીકત છે?

ફરી નહીં યોજવામાં આવે ફાઈનલ મેચ

વર્લ્ડકપ 2023ના ફાઈનલને ફરી કરાવવાનો દાવો ખોટો છે. ICCએ આ પ્રકારનો કોઈ નિર્ણય લીધો નથી. સૌથી પહેલી વાત તો એ કે ટ્રેવિસ હેડે રોહિત શર્માનો કેચ કર્યો હતો. જેનો વીડિયો ખુદ ICCએ પોસ્ટ કર્યો હતો. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ટ્રેવિસ હેડે કેચ ડ્રોપ કર્યો નથી.

https://www.instagram.com/reel/Cz0ogs_vWMv/?utm_source=ig_embed&ig_rid=504e8553-6de2-4de0-922c-88e748169b43


ફરી મેચ યોજવાનો નથી કોઈ નિયમ

બીજી વાત એ કે, કોઈ ટીમ મેચમાં બેઈમાની કરીને જીતે તો પણ મેચનું પરિણામ બદલવામાં આવતું નથી. સાથે મેચનું ફરીથી આયોજન પણ થતું નથી. ભૂતકાળમાં ક્યારેય પણ આવું થયું નથી. ફિફા વર્લ્ડકપમાં એક વખથ એર્જેટીનાના દિગ્ગજ ડિએગો મારાડોનાએ હાથથી ગોલ કરીને પોતાની ટીમને ખિતાબ અપાવ્યો હતો. આ વાત સામે આવ્યા બાદ પણ આ વર્લ્ડકપની ફાઈનલ ફરી યોજવામાં આવી નહતી.

..તો પછી આ પ્રકારના દાવા કેમ?

યૂ-ટ્યુબથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધી જે પણ વર્લ્ડકપ 2023ના ફાઈનલ ફરીથી કરવાનો દાવો કરી રહ્યા છે. તે માત્રને માત્ર ક્રિકેન્ટ ફેન્સને ભ્રમિત કરીને ફેક ન્યૂઝ ફેલાવે છે. આ લોકો નકલી ન્યૂઝ ચેનલના નામ રાખીને આવી અફવા ફેલાવે છે. આ લોકોનો ઉદ્દેશ્ય માત્રને માત્ર લાઈક, શેર અને કોમેન્ટ વધારવાનો છે.

  • Follow us on: