જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ ફરી એકવાર ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં જોવા મળી હતી. બુમરાહે બીજા દિવસે શાનદાર બોલિંગ કરીને મેચમાં ટીમ ઈન્ડિયાની વાપસી કરી હતી. ગાબા ટેસ્ટના બીજા દિવસે જસપ્રીત બુમરાહે ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આ સાથે બુમરાહે બીજા દિવસે 5 વિકેટ લઈને એક ખાસ સિદ્ધિ મેળવી છે. બુમરાહ હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવની સાથે એક વિશેષ યાદીમાં સામેલ થઈ ગયો છે.


5 વિકેટ હૌલનો બાદશાહ છે બુમરાહ

ગાબા ટેસ્ટના બીજા દિવસે જસપ્રીત બુમરાહે ત્રીજા સેશન દરમિયાન પોતાની 5 વિકેટ પૂરી કરી હતી. બુમરાહે સ્મિથ, હેડ, ખ્વાજા, નાથન અને માર્શ જેવા બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ 12મી વખત છે જ્યારે બુમરાહે એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ લેનારો ભારતનો બીજો ઝડપી બોલર બની ગયો છે. આ યાદીમાં પ્રથમ નંબર પૂર્વ ક્રિકેટ લેજેન્ડ કપિલ દેવનો આવે છે, જેમના નામે 23 વખત 5 વિકેટ લેવાનો રેકોર્ડ છે.


બુમરાહે ભારતની વાપસી કરાવી

ઓસ્ટ્રેલિયાએ શરૂઆતમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે ટીમમાં વાપસી કરી હતી. આ બંનેએ બીજા દિવસે શાનદાર સદી ફટકારી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. આ પછી જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયા માટે ફરીથી વાપસી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 75ના સ્કોર પર તેની પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાને 316ના સ્કોર પર સતત ચોથો ઝટકો લાગ્યો હતો. આ પછી બુમરાહે 326 રન પર કાંગારૂ ટીમને પાંચમો અને 327 રન પર કાંગારૂ ટીમને છઠ્ઠો ઝટકો આપ્યો હતો.


  • Follow us on: