ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પર્થમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સિરીઝમાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. વિરાટ કોહલી બેટિંગ વિભાગમાં ઘણા રેકોર્ડ બનાવતો જોવા મળશે, જ્યારે જસપ્રિત બુમરાહ બોલિંગમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માટે તૈયાર છે. તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની શકે છે. આ મામલે તે કપિલ દેવને પાછળ છોડી દેશે.


ઈતિહાસ રચવા જઈ રહ્યો છે બુમરાહ

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય ખેલાડી તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કપિલ દેવના નામે છે. પરંતુ હવે જસપ્રીત બુમરાહ આ રેકોર્ડ તોડવાથી થોડા જ ડગલાં દૂર છે. કપિલ દેવે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 11 ટેસ્ટ મેચ રમીને કુલ 51 વિકેટ ઝડપી છે. જ્યારે જસપ્રિત બુમરાહે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 7 મેચમાં 32 વિકેટ ઝડપી છે. તે કપિલ દેવનો રેકોર્ડ તોડવાથી માત્ર 20 વિકેટ દૂર છે.


કપિલ દેવનો તોડશે મોટો રેકોર્ડ

આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કુલ 5 ટેસ્ટ મેચો રમાશે. આવી સ્થિતિમાં જસપ્રીત 10 ઇનિંગ્સમાં 20 વિકેટ લઈને ઈતિહાસના પાનામાં પોતાનું નામ અમર કરી દેશે. ઓસ્ટ્રેલિયાની પીચો પર ઝડપી બોલરોને ઘણી મદદ મળે છે. આ સંદર્ભમાં, જસપ્રીત માટે આ કામ આસાન થવાનું છે. કપિલ દેવે ઓસ્ટ્રેલિયામાં કુલ 51 વિકેટ લીધી છે જ્યારે બુમરાહે 32 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયામાં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ખેલાડીઓ

ઓસ્ટ્રેલિયામાં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ખેલાડીઓની યાદીમાં કપિલ દેવ 51 વિકેટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે અનિલ કુંબલે 49 વિકેટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ત્રીજા સ્થાને આર અશ્વિન છે, જેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર અત્યાર સુધી 39 વિકેટ ઝડપી છે. બિશન સિંહ બેદી 35 વિકેટ સાથે ચોથા સ્થાન પર છે. બુમરાહ 32 વિકેટ સાથે પાંચમા સ્થાને છે. આ સિવાય ઈરાપલ્લી પ્રસન્ના, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્માના નામે 31 વિકેટ નોંધાયેલી છે.

  • Follow us on: