જસપ્રીત બુમરાહ પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સુકાનીપદની સાથે સાથે બુમરાહ બોલિંગમાં પણ શાનદાર રહ્યો છે. પર્થ ટેસ્ટના પહેલા દિવસે બુમરાહે ઓસ્ટ્રેલિયાના ટોપ બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. બુમરાહે પહેલા દિવસે બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. જે બાદ હવે બુમરાહની બોલિંગ એક્શનને લઈને વિવાદ ઉભો થતો જોવા મળી રહ્યો છે. બુમરાહની બોલિંગ એક્શનને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ

પર્થ ટેસ્ટના પહેલા દિવસે જસપ્રીત બુમરાહની ખૂબ જ ખતરનાક બોલિંગ જોવા મળી હતી. જે બાદ બુમરાહ ઓસ્ટ્રેલિયન મીડિયામાં પણ ફેમસ થયો હતો. બુમરાહનો જાદુ મેદાનથી લઈને ઓસ્ટ્રેલિયાના અખબારો સુધી જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ બુમરાહની એક્શન પર સવાલ ઉઠાવી રહ્યા છે.

https://twitter.com/TimFindlay/status/1859870473095610732

બુમરાહે 5 વિકેટ લીધી હતી

જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા માટે પ્રથમ દાવમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. બુમરાહે 18 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી હતી. જેના કારણે કાંગારૂ ટીમ પ્રથમ દાવમાં 104 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બેટિંગ કરતા મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 26 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં બેટિંગ કરતા 150 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડિયા પાસે હવે 46 રનની લીડ છે. ટીમ ઈન્ડિયા અત્યારે ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે.

https://twitter.com/BlknWhtKat/status/1859889555035632028