• ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઇનલમાં ભારતને હરાવ્યું
  • ક્રિક્ટ ફેન્સે ખેલાડીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા
  • હરભજને સોશિયલ મીડિયા દ્વારા આવા લોકોને આપ્યો ઠપકો

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીત બાદ કેટલાક ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોને ટ્રોલ કર્યા હતા. આટલું જ નહીં તેના પરિવારના સભ્યોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે લોકોની આ શરમજનક કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે. હરભજન સિંહે સોશિયલ મીડિયા દ્વારા આવા લોકોને ઠપકો આપ્યો છે.

હરભજને ઠપકો આપ્યો

ભજ્જીએ X પર એક પોસ્ટ શેર કરી છે. હરભજને લખ્યું, "ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડીઓના પરિવારજનોને ટ્રોલ કરવું ઘણું ખોટું છે." આપણે સારું રમ્યા. પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શા માટે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને તેમના પરિવારોને ટ્રોલ કરવામાં આવે છે? તમામ ક્રિકેટ ચાહકોને આ પ્રકારનું વર્તન ન કરવા વિનંતી છે. પ્રતિષ્ઠાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

ભારતની કારમી હાર

ઉલ્લેખનીય છે કે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 240 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયન ટીમની જીત બાદ લોકોએ ખેલાડીઓ અને તેમના પરિવારને નિશાન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના પરિવારના સભ્યો વિશે ઘણી ખોટી વાતો લખવામાં આવી હતી.


  • Follow us on: