ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે. આ મેચને લઈને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. આ સિવાય બેટિંગ ક્રમમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. એડિલેડ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારના અહેવાલો સામે આવી રહ્યા છે.


રોહિત શર્મા ઓપનિંગ કરશે!

રોહિત શર્મા પર્થ ટેસ્ટમાં રમી શક્યો ન હતો, જેના કારણે કેએલ રાહુલ જયસ્વાલ સાથે ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો. આ પછી રોહિત શર્મા વોર્મ-અપ મેચ પહેલા જ ટીમ સાથે જોડાયો હતો અને એડિલેડ ટેસ્ટમાં રમતા જોવા મળ્યો હતો. રોહિતે એડિલેડ ટેસ્ટમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરી હતી. જોકે, રોહિત આ નંબર પર પણ ફ્લોપ સાબિત થયો હતો. હવે રોહિત ગાબા ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ફરી ઓપનિંગ કરતો જોવા મળી શકે છે.

વોશિંગ્ટન સુંદરની થશે એન્ટ્રી!

પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા વોશિંગ્ટન સુંદર સાથે મેદાનમાં ઉતરી હતી. જેના કારણે આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ બહાર રહેવું પડ્યું હતું. જોકે પર્થ ટેસ્ટમાં સુંદરનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું, પરંતુ સુંદરને એડિલેડ ટેસ્ટમાં તક આપવામાં આવી ન હતી અને આર અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. સુંદરની સરખામણીમાં અશ્વિનનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. આવી સ્થિતિમાં હવે ફરી એકવાર કેપ્ટન રોહિત સુંદરને ત્રીજી ટેસ્ટમાં તક આપવામાં આવી શકે છે.


ગાબામાં સુંદરનો રેકોર્ડ પણ સારો માનવામાં આવે છે. છેલ્લી વખત ગાબામાં સુંદરે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન બેટિંગ કરતી વખતે આ ખેલાડીએ પ્રથમ ઇનિંગમાં 62 અને બીજી ઇનિંગમાં 22 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બોલિંગ દરમિયાન 4 વિકેટ પણ લીધી હતી.


  • Follow us on: