- ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સીરિઝમાં ભારતની જીત
- ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું
- વોર્નરે જાડેજાને ટાપલી મારતો વીડિયો થયો વાયરલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ODI સીરિઝની પ્રથમ મેચ યજમાન ટીમે 5 વિકેટે જીતી લીધી હતી. ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે મેચમાં વિનિંગ સિક્સર ફટકારી હતી.જે બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ક્રીઝ પર હાજર કેએલ રાહુલ રવિન્દ્ર જાડેજા સાથે હાથ મિલાવ્યો હતો. બીજી તરફ ડેવિડ વોર્નર મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યા હતા.
વોર્નરે મસ્તીમાં જાડેજાને ટાપલી મારી હતી
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર અને રવિન્દ્ર જાડેજા સારા મિત્રો છે. આ બંને વચ્ચે હંમેશા મસ્તી અને મજાક કરતા જોવા મળે છે. અગાઉ IPL દરમિયાન પણ બંને વચ્ચે ટોમ એન્ડ જેરી જેવી જુગલબંધી જોવા મળી હતી. જ્યારે ડેવિડ વોર્નરે જાડેજાને રનઆઉટ માટે ઉશ્કેર્યો હતો. આ પછી જાડેજાએ પણ બોલ બતાવીને જવાબ આપ્યો અને વોર્નરે જાડેજાનું પ્રખ્યાત સેલિબ્રેશન કર્યું. આ પછી બંને ખેલાડીઓ ખૂબ હસ્યા.
આવી સ્થિતિમાં, જ્યારે આ બંને ખેલાડીઓ એકબીજાને મળ્યા, તે દ્રશ્ય ખૂબ જ ખાસ હતું. ઓસ્ટ્રેલિયા મેચ હારી ગયું હતું પરંતુ વોર્નરના ચહેરા પર સ્મિત હતું. તેમણે પહેલા કેએલ રાહુલ સાથે હાથ મિલાવ્યો. પછી જાડેજાનો વારો આવતાં જ દિલ્હી કેપિટલ્સના કેપ્ટને હાથ મિલાવવાના બદલે જાડેજાના હેલ્મેટ પર ટાપલી મારી હતી, જેના પર જાડેજા પણ નમીને હસતા હસતા ચાલ્યા ગયા હતા.
ડેવિડ વોર્નરે અડધી સદીની ઇનિંગ રમી હતી
ઓસ્ટ્રેલિયાના બાકીના બેટ્સમેનો મેચમાં કંઈ ખાસ કરી શક્યા નહોતા ત્યારે ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ફોર્મમાં દેખાઈ રહ્યા હતા અને તેમણે અડધી સદી ફટકારી હતી. ભારતમાં રમાનાર વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા માટે આ એક સારો સંકેત છે. વોર્નરે 52 રનની ઇનિંગ રમી અને 6 ફોર અને 2 સિક્સ પણ ફટકારી.