ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી શરૂ થઈ ગઈ છે. શ્રેણીની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બુમરાહે પર્થ ટેસ્ટમાં રમવાની માહિતી આપતા જ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા હતા. હવે અશ્વિન અને જાડેજાની બાદબાકીને કારણે ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું ભારતે કરી ભૂલ?

એવું ભાગ્યે જ જોવા મળે છે કે રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન બંને ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હોય. પરંતુ હવે લાંબા સમય બાદ પર્થ ટેસ્ટમાં આ જોવા મળ્યું છે. આ બંને ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર છે. કેપ્ટન બુમરાહે પ્રથમ ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુંદરને અશ્વિન અને જાડેજાથી ઉપર રાખ્યો હતો, જે ચાહકો માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું.

https://twitter.com/SPORTYVISHAL/status/1859780509699580086

છેલ્લી વખત આ જોડી વિના ક્યારે રમી હતી ટીમ ઈન્ડિયા?

છેલ્લા 10 વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં આવું પાંચમી વખત જોવા મળ્યું છે, જ્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચમાં આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી વગર મેદાનમાં ઉતરી હોય. આ જોડી વિના ટીમ ઈન્ડિયા છેલ્લી વખત વર્ષ 2021માં ટેસ્ટ મેચ રમી હતી. પાંચમાંથી 4 વખત ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં જાડેજા અને અશ્વિનની જોડી વિના ઓસ્ટ્રેલિયા સામે રમી છે જ્યારે એક વખત દક્ષિણ આફ્રિકા સામે રમી છે.

https://twitter.com/mufaddal_vohra/status/1859777382619676693

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડીકલ, વિરાટ કોહલી, રિષભ પંત, નિતીશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા.