બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. આ પ્રવાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. જેની પ્રથમ મેચ પર્થમાં રમાશે. તે પહેલા ટીમ ઈન્ડિયા ઈન્ટ્રા સ્ક્વોડ મેચ રમી રહી છે. એક તરફ, પર્થ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માના રમવા પર શંકા છે, કારણ કે હિટમેન હજુ ઓસ્ટ્રેલિયા પહોંચ્યો નથી.


કેએલ રાહુલ ઈજાગ્રસ્ત!

યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલને પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી તરીકે જોવામાં આવી રહ્યા હતા, હવે પ્રેક્ટિસ મેચ દરમિયાન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થઈ ગયો અને મેદાન છોડવું પડ્યું. હવે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધવા લાગ્યું છે, જે પછી મોટો સવાલ એ છે કે પ્રથમ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ સાથે ઈનિંગની શરૂઆત કોણ કરશે?


કોણ બનશે જયસ્વાલનો પાર્ટનર?

પ્રેક્ટિસ મેચ દરમિયાન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર ગયો હતો. જોકે, રોહિત શર્માની ગેરહાજરીમાં રાહુલને ઓપનિંગ બેટ્સમેન તરીકે જોવામાં આવી રહ્યો હતો. જો કે રાહુલ અત્યારે ઈજાગ્રસ્ત છે, પરંતુ તેની ઈજા અંગે લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી, જેના કારણે એ સ્પષ્ટ નથી થયું કે રાહુલ પ્રથમ ટેસ્ટ રમી શકશે કે નહીં? જો કેએલ રાહુલ પર્થ ટેસ્ટ ચૂકી જાય છે, તો યશસ્વી જયસ્વાલની જગ્યાએ શુભમન ગિલ ઇનિંગ્સની શરૂઆત કરતો જોવા મળી શકે છે.


જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. શુભમન ગિલે ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે ઇનિંગ્સની શરૂઆત કરી છે, જોકે છેલ્લી ઘણી સિરીઝમાં ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળ્યો છે. આ સિવાય ગિલે છેલ્લે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કર્યું હતું. આવી સ્થિતિમાં ગિલને ફરી એકવાર તક મળી શકે છે.

પ્રથમ મેચ 22 નવેમ્બરથી રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. ગત વખતે જ્યારે આ બંને ટીમો આ મેદાન પર સામસામે આવી હતી ત્યારે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે ટીમ ઈન્ડિયા પાછલી હારનો બદલો લેવા માંગશે.

  • Follow us on: