- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝ
- ભારતે T20 સિરીઝ માટે ટીમ જાહેર કરી
- સંજુ સેમસનને ફરી ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યું
ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝ માટે સંજુ સેમસનને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. તે લાંબા સમયથી ટીમની બહાર છે. સંજુને વર્લ્ડકપ 2023 માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેણે ઘણી મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે અને ડોમેસ્ટિક મેચોમાં તેનો રેકોર્ડ સારો છે.
સંજુનો ડોમેસ્ટિક મેચોમાં રેકોર્ડ સારો
સંજુ સેમસને ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટી20 મેચ ઓગસ્ટ 2023માં ડબલિનમાં આયર્લેન્ડ સામે રમી હતી. છેલ્લી ODI મેચ ઓગસ્ટ 2023માં રમાઈ હતી. સંજુને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધારે તક મળી નથી. પરંતુ તેનો ડોમેસ્ટિક રેકોર્ડ સારો રહ્યો છે. સેમસને ભારત માટે 21 T20 ઇનિંગ્સમાં 347 રન બનાવ્યા છે. તેણે 12 ODI ઇનિંગ્સમાં 390 રન બનાવ્યા છે. સેમસનને મોટા ભાગના પ્રસંગોએ ટીમમાં સ્થાન મળ્યું નથી અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે.
સંજનું T20 ફોર્મેટમાં પ્રદર્શન
સંજુએ T20 ફોર્મેટમાં કુલ 6190 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 40 ફિફ્ટી ફટકારી છે. તેણે 117 લિસ્ટ A મેચમાં 3074 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં બેવડી સદી ફટકારી છે. સેમસને લિસ્ટ Aમાં એક સદી અને 18 ફિફ્ટી ફટકારી છે.
ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ
ભારતે 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી T20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. રુતુરાજ ગાયકવાડ વાઇસ કેપ્ટન રહેશે. ટીમમાં ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ અને જીતેશ શર્મા જેવા ઘણા નવા ખેલાડીઓને તક મળી છે. વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ પણ આ ટીમનો ભાગ છે. ભારતીય ટીમ આ શ્રેણીની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરમાં રમશે. ભારતે ટી20 શ્રેણીમાંથી સિનિયર ખેલાડીઓને બ્રેક આપ્યો છે.
આ ખેલીડીઓને મળી તક
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન, મુકેશ કુમાર.