- આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝ શરુ
- ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે
- ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવાર, 23 નવેમ્બરથી પાંચ T20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમાશે. પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. તો ચાલો જાણીએ કે મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ વિશે...
સૂર્યા કરશે ટીમની કપ્તાની
આ સિરીઝમાં ભારતની કપ્તાની સૂર્યકુમાર યાદવ કરશે. જ્યારે ડાબોડી વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળશે. સિરીઝ માટે ભારતીય ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ત્રણ મેચો માટે, ભારતીય ટીમમાં એવા માત્ર બે ખેલાડી હશે જેઓ વર્લ્ડ કપ 2023નો ભાગ હતા, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે. જોકે પ્રસિદ્ધ કૃષ્ણા વર્લ્ડ કપની કોઈ મેચ રમી શક્યા નથી. શ્રેયસ અય્યર સીરિઝની છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે.
પિચ રિપોર્ટ
વિશાખાપટ્ટનમમાં રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમની પીચ સંતુલિત સપાટી છે, જ્યાં બેટ્સમેન અને બોલરો બંને માટે વધારે મુશ્કેલી નથી. આ સાથે, પેસર અને સ્પિનર્સ બંનેને પીચ પર મદદ મળે છે. જો કે, અહીં રનનો પીછો કરવો વધુ સારું છે કારણ કે પાછળથી બેટિંગ કરનારી ટીમે 67 ટકા મેચો જીતી છે.
મેચની આગાહી
ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમમાં કુલ 6 ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમનો ભાગ હતા. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને દેખીતી રીતે વધુ સિનિયર ખેલાડીઓનો લાભ મળી શકે છે. તેથી, અમારું અનુમાન મીટર કહે છે કે ભારત માટે આ મેચ જીતવી આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયા મેચમાં ફેવરિટ બની શકે છે.
બંને દેશોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારતઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ/આવેશ ખાન, મુકેશ કુમાર.
ઓસ્ટ્રેલિયાઃ સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટકીપર), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા