વિરાટ કોહલીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચની બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રીજા દિવસે 16 મહિના પછી તેની ટેસ્ટ સદી ફટકારી. વિરાટે છેલ્લે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી.
વિરાટ કોહલીના નામે મોટો રેકોર્ડ
વિરાટ કોહલીએ પોતાની 30મી ટેસ્ટ સદી ફટકારીને પર્થને યાદગાર બનાવ્યો અને ઈતિહાસ રચ્યો. હવે તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયામાં તેની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી હતી.
https://twitter.com/CricCrazyJohns/status/1860614855088062500
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહી છે. મેચમાં ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ દરમિયાન કોહલીએ સદી ફટકારી હતી. તેણે 143 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી.
તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023માં પણ કોહલીએ પોતાના બેટથી સદી ફટકારી હતી. કોહલીને ઓસ્ટ્રેલિયા સામે રમવું ખૂબ જ ગમે છે. મેચની પ્રથમ ઇનિંગમાં કોહલી માત્ર 05 રન જ બનાવી શક્યો હતો. પરંતુ તેણે બીજા દાવમાં શાનદાર વાપસી કરી અને ત્રણ આંકડાનો સ્કોર પાર કર્યો. કોહલીએ સદી ફટકારતા જ ટીમ ઈન્ડિયાએ દાવ ડિકલેર કર્યો હતો.
તોડ્યો સચિનનો મહારેકોર્ડ
વિરાટ કોહલીએ વર્ષ 2024ની પ્રથમ સદી ફટકારી છે. પર્થના મેદાન પર શાનદાર બેટિંગ કરતા વિરાટે 143 બોલનો સામનો કર્યો અને જોરદાર સદી ફટકારી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર કિંગ કોહલીની આ સાતમી સદી છે. આ સાથે વિરાટે સચિન તેંડુલકરના મહાન રેકોર્ડને તોડી નાખ્યો છે. કોહલી ભારત તરફથી એવો બેટ્સમેન બની ગયો છે જેણે કાંગારૂની ધરતી પર સૌથી વધુ સદી ફટકારી હોય.