કાનપુર ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સિવાય બોલરોએ પણ પોતાનું કામ ખૂબ જ સારી રીતે કર્યું હતું. વરસાદના કારણે પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ શકી ન હતી. આ પછી બીજા અને ત્રીજો દિવસ પણ વરસાદમાં ધોવાઈ ગયો હતો. એક સમયે એવું લાગતું હતું કે ટેસ્ટ ડ્રો થશે, પરંતુ ભારતીય બેટ્સમેનોએ પોતાની બેટિંગથી ટેસ્ટનો પલટો ફેરવી દીધો હતો. ભારતીય બેટ્સમેન પછી બોલરોએ બાકીનું કામ કર્યું. હવે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આક્રમક રમત પર નિવેદન આપ્યું છે.
રોહિત શર્માએ અગ્રેશનને લઈ કહી મોટી વાત
રોહિત શર્માએ કહ્યું કે મારા માટે અટેકનો અર્થ એક્શન છે. અમારી ટીમે જે રીતે આક્રમક બેટિંગ કરી, તેનો અર્થ બિલકુલ અગ્રેશન નથી. મેચમાં ચીસો કે બુમો પાડવી તે અગ્રેશન નથી. અમે બેટિંગ કર્યા પછી જે રીતે બોલિંગ કરી અને પછી ફિલ્ડરોને લગાવ્યા, તે મારા માટે અગ્રેશન છે. કાનપુર ટેસ્ટમાં સતત વરસાદના કારણે મેચ ડ્રો તરફ જઈ રહી હતી, પરંતુ ભારતીય ટીમે આક્રમક બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગથી મેચમાં જીવનો શ્વાસ લીધો હતો. આ પછી ભારતીય ટીમે પાંચમા દિવસે 7 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ રીતે ભારતે 2 ટેસ્ટ મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે.
બાંગ્લાદેશને ભારતે કર્યું ક્લીન સ્વીપ
તમને જણાવી દઈએ કે કાનપુર ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશે 233 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 9 વિકેટે 285 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ પછી બાંગ્લાદેશનો બીજો દાવ માત્ર 146 રનમાં સમેટાઈ ગયો હતો. આ રીતે ભારતીય ટીમને બીજી ઇનિંગમાં 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ પહેલા ચેન્નાઈ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 280 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું.