બાંગ્લાદેશના ફાસ્ટ બોલર હસન મહમૂદે 20 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં ભારત સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે પાંચ વિકેટ લઈને નવો ઈતિહાસ રચ્યો હતો. હસન મહમૂદ ભારતની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ બાંગ્લાદેશી બોલર બની ગયો છે. તેણે બીજા દિવસના પહેલા સેશનમાં જસપ્રિત બુમરાહની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી, જેના કારણે ભારતનો પ્રથમ દાવ 376 રન પર સમાપ્ત થયો હતો.


મહેમૂદે ભારતીય ટોપ ઓર્ડર ધ્વસ્ત કર્યો

હસન મહેમૂદે પહેલા જ દિવસે ભારતીય ટોપ ઓર્ડર પર તબાહી મચાવી દીધી હતી. તેણે પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માની વિકેટ લીધી અને પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને પેવેલિયન મોકલીને ભારતની ઇનિંગ્સને નબળી બનાવી. તેની શાનદાર બોલિંગને કારણે તેણે 22.2 ઓવરમાં 83 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જે ભારતની ધરતી પર કોઈપણ બાંગ્લાદેશી બોલરનો શ્રેષ્ઠ આંકડો છે.

ભારત સામેની ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેનાર બાંગ્લાદેશી બોલરો

હસન મહમૂદ હવે ભારત સામેની ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેનારો પાંચમો બાંગ્લાદેશી બોલર બની ગયો છે. આ પહેલા સ્પિનર ​​મેહદી હસન મિરાજે 2022માં ભારતના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન પાંચ વિકેટ ઝડપી હતી.

  • 6/132 - નૈમુર રહેમાન, ઢાકા, 2000
  • 5/62 - શાકિબ અલ હસન, ચિત્તાગોંગ, 2010
  • 5/63 - મેહદી હસન મિરાજ, મીરપુર, 2022
  • 5/71 - શહાદત હુસૈન, ચિત્તાગોંગ, 2010
  • 5/83 - હસન મહમૂદ, ચેન્નાઈ, 2024

આ સાથે હસન મહમૂદ હવે બાંગ્લાદેશના સૌથી સફળ ફાસ્ટ બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. જેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત પાંચ વિકેટ ઝડપનારા બોલરોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. મહેમૂદે પોતાની ચોથી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા તેણે પાકિસ્તાન વિરૂદ્ધ રાવલપિંડી ટેસ્ટમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી.

  • Follow us on: