ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ કાનપુરમાં રમાઈ રહી છે. ચોથા દિવસે ભારતની જોરદાર બેટિંગના કારણે આ મેચ રોમાંચક બની ગઈ છે. પાંચમા દિવસે ભારત બાંગ્લાદેશને વહેલી ઓલઆઉટ કરીને મેચ જીતવાનો પ્રયાસ કરશે. જો ટીમ ઈન્ડિયા કાનપુર ટેસ્ટ જીતવામાં સફળ રહે છે, તો તે તેની ઘરઆંગણે સતત 18મી ટેસ્ટ સિરીઝ જીતશે.


તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના નામે હોમ ગ્રાઉન્ડ પર સતત સૌથી વધુ ટેસ્ટ સિરીઝ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ છે. ટીમે ફેબ્રુઆરી 2013થી ઘરઆંગણે સતત 17 ટેસ્ટ સિરીઝ જીતી છે. ટીમ છેલ્લે 2012-13માં ઈંગ્લેન્ડ સામે ઘરેલુ ટેસ્ટ સિરીઝ હારી ગઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાને મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં 1-2ના અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

ઓક્ટોબર 2016 થી મે 2020 સુધી ભારત વિશ્વની નંબર વન ટીમ હતી. આ સમયગાળા દરમિયાન ટીમ સતત 42 મહિના સુધી ટોચ પર રહી. ટીમે 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે એક દાવ અને 272 રનથી જીત મેળવી હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં તેની સૌથી મોટી જીત છે. હોમ ગ્રાઉન્ડ પર સતત ટેસ્ટ સિરીઝ જીતનાર દેશોમાં ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે આવે છે, જ્યાં ટીમ નવેમ્બર 1994 અને નવેમ્બર 2000 વચ્ચે સતત 10 ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી હતી.


ટીમે આ સિદ્ધિ એક નહીં પરંતુ બે વખત હાંસલ કરી છે. આ ઉપરાંત ટીમ જુલાઈ 2004 થી નવેમ્બર 2008 વચ્ચે ઘરઆંગણે દસ ટેસ્ટ સિરીઝ જીતવામાં પણ સફળ રહી છે. સતત 16 ટેસ્ટ જીતવાનો રેકોર્ડ પણ કાંગારૂ ટીમના નામે છે. તેણે 1999 થી 2001 અને ફરીથી 2005 થી 2008 દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી.


વેસ્ટ ઈન્ડિઝના નામે છે ખાસ રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય, વેસ્ટ ઈન્ડિઝ માર્ચ 1976 થી ફેબ્રુઆરી 1986 વચ્ચે સતત આઠ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી. ક્લાઈવ લોઈડની કપ્તાની હેઠળ, વેસ્ટ ઈન્ડિઝે 1982 અને 1984 વચ્ચે સતત 27 ટેસ્ટ જીતી હતી, જે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી લાંબી જીતનો રેકોર્ડ છે.

  • Follow us on: