ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી T20 મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં અજેય સરસાઈ મેળવી ચૂકી છે. આશા છે કે ટીમ ઈન્ડિયા આ મેચમાં યુવા ખેલાડીઓને તક આપી શકે છે. આ સાથે જ આ મેચ બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી મહમુદુલ્લાહની T20 કારકિર્દીની છેલ્લી મેચ હશે. બીજી T20 પહેલા જ તેણે જાહેરાત કરી હતી કે ભારત સામેની સિરીઝ બાદ તે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે.
જાણો કેવી હશે પિચ
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ પર બેટ્સમેનોને ઘણી મદદ મળે છે. IPL દરમિયાન અહીં હાઈ સ્કોરિંગ ગેમ જોવા મળી હતી. આવી સ્થિતિમાં ચાહકોને ત્રીજી T20 મેચમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. અહીં અત્યાર સુધી માત્ર બે T20 મેચ રમાઈ છે. બંને મેચમાં માત્ર ટાર્ગેટનો પીછો કરનારી ટીમ જ જીતી શકી છે.
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના અન્ય રેકોર્ડ
- પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 196
- બીજી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 198
- સર્વોચ્ચ સ્કોર 209/4
- ન્યૂનતમ સ્કોર 186/7
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
જીતેશ શર્મા (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.
બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન
પરવેઝ હુસૈન ઈમોન, લિટન દાસ (વિકેટકીપર), નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદયોય, મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, મહેદી હસન, રિશાદ હુસેન, તસ્કીન અહેમદ, તન્ઝીમ હસન શાકિબ, મુસ્તફી ઉર રહેમાન.