- T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
- ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
- ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટા ફેરફાર
આજે એટલે કે, 22 જૂન 2024નાં રોજ T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. આ બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેમાં ભારતીય ટીમ આ મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે. મળતી માહિતી અનુસાર, બહરતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહને બાંગ્લાદેશ સામે આરામ આપવામાં આવી શકે છે.
કોહલીનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતા
વિરાટ કોહલીનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટને આ મેચ વિજેતા ખેલાડી પર પૂરો વિશ્વાસ છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. વિકેટકીપર બેટ્સમેન શિવમ દુબે ત્રીજા નંબર પર રમશે તે નિશ્ચિત છે.
રોહિત શર્મા પોતાની મજબૂત ટીમને મેદાનમાં ઉતારશે
જસપ્રિત બૂમરાહ ટીમનો સૌથી શ્રેષ્ઠ બોલર માનવામાં આવે છે.જેને લઈને બૂમરાહને આરામ આપવો મુશ્કેલ બની શકે છે. કારણ કે, સેમિફાઈનલમાં જો ટીમ ઈન્ડિયાએ સ્થાન નિશ્ચિત કરવું હોય તો તેના માટે આ મેચ ઈન્ડિયાએ કોઈ પણ સંજોગોમાં જીતવી જરૂરી બની જાય છે. ત્યારે આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા પોતાની મજબૂત ટીમને મેદાને ઉતારશે. જેમાં શિવમ દુબેને પણ સ્થાન મળી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જો મિડલ ઓવરની વાત કરવામાં આવે તો સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર રમતા જોવા મળી શકે છે. જે બાદ શિવમ ડૂબે અને હાર્દિક પંડ્યા મેચ ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.
અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ એક્શન મોડમાં
સ્પિનરની વાત કરવામાં આવે તો આ મેચ ટીમ ઈન્ડિયા માટે જીતવી ખૂબ જરૂરી છે. જેથી રોહિત શર્મા આ મેચમાં ફરી એકવાર અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પર બહરોડો કરી શકે છે. જો જરૂર પડે તો અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા બેટિંગ કરીને પણ ટીમ ઈન્ડિયાને વધારે મદદ કરી શકે છે. જ્યારે ફાસ્ટ બોલરની વાત કરવામાં આવે તો અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ એક્શન મોડમાં જોવા મળી શકે છે. તેમની સાથે હાર્દિક પંડયા પણ સહયોગી થશે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહ જોવા મળી શકે છે.