• ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
  • બંને દેશ વચ્ચે સુપર 4ની અંતિમ મેચ
  • ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં બનાવી છે જગ્યા

ભારતની ઈનિંગ

259/10(49.5 ઓવર)- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સુપર-4ની અંતિમ મેચમાં ભારતની 6 રને હાર થઈ છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પહેલાં બેટિંગ કરવા આવેલા બાંગ્લાદેશની ટીમે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 265 રન બનાવ્યા હતા. જેથી ભારતને 266 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમમાં સૌથી વધુ 133 બોલ પર 122 રન શુભમન ગિલે બનાવ્યા હતા. જે બાદ અક્ષર પટેલે 33 બોલ પર 42 રન બનાવ્યા હતા. ભારત માટે સૌથી વધુ 3 વિકેટ શાર્દુલ ઠાકુરે અને બાંગ્લાદેશ માટે મુસ્તફીઝુર રહેમાને 3 વિકેટ લીધી હતી.

222/7 (45 ઓવર)-ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 133 બોલ પર 122 રન બનાવનારો ઓપનર શુભમન ગિલ આઉટ થયો છે. બાંગ્લાદેશના બોલર મહેંદી હસને શુભમનને આઉટ કર્યો છે. હવે ભારત માટે અક્ષર પટેલ 23 બોલ પર 21 રન કરીને અને શાર્દુલ ઠાકુર 3 બોલ પર 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, તાંજીમ હસન સાકિબે 1 મેડન સાથે 7 ઓવર નાખી છે. જેમાં તેમણે 27 રન આપવા સાથે 2 વિકેટ લીધી છે. સાથે મુસ્તાફીઝુર રહેમાને 6 ઓવરમાં 38 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત શાકિબ અલ હસને 2 મેડન સાથે 101 ઓવર નાખી છે. જેમાં શાકિબે 43 રન આપવા સાથે 1 વિકેટ લીઘી છે અને મહેંદી હસને 1 મેડન સાથે 7 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી છે. આ સાથે મહેંદી હસન મિરાજે 5 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી છે.

188/6 (40 ઓવર)- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી સુપર-4ની મેચમાં અંતિમ 10 ઓવરની રમત બાકી છે. અત્યારે ઓપનર શુભમન ગિલ 122 બોલ પર 110 રન કરીને અને અક્ષર પટેલ 7 બોલ પર 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, તંજીમ હસન સાકિબે 7 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી છે, જ્યારે મુસ્તફિઝુર રહમાને 6 ઓવરમાં 38 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે નસુમ અહમદે 8 ઓવરમાં 34 રન, શાકિબ અલ હસને 9 ઓવરમાં 38 રન આપવા સાથે 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મહેંદી હસને 5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ અને મહેંદી હસન મિરાજે 5 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી છે.

149/5 (35 ઓવર)- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી સુપર-4ની અંતિમ મેચની બીજી ઈનિંગની 35 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 35 ઓવર બાદ ભારતીય ટીમે 5 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા છે. અત્યારે ભારત માટે ઓપનર શુભમન ગિલ 106 બોલ પર 80 રન કરીને અને રવિન્દ્ર જાડેજા 5 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, તંજીમ હસન સાકિબે 1 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં તંજીમે 15 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મુસ્તફિઝુર રહમાને 4 ઓવરમાં 31 રન આપ્યા છે. આ ઉપરાંત નસુમ અહમદે 7 ઓવરમાં 28 અને બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને 9 ઓવરમાં 38 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મહેંદી હસને 5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ અને મહેંદી હસન મિરાજે 4 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી છે.

126/4 (30 ઓવર)- 266 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના 4 ખેલાડી આઉટ થયા છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 90 બોલ પર 70 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 25 બોલ પર 17 રન કરીને બેટિંગ કરી  રહ્યા છે. બાંગ્લાદેશ માટે તંજીમ હસન સાકિબે 2, મહેંદી હસને 1 અને મહેંદી હસન મિરાજે 1 વિકેટ લીધી છે.

106/4 (25 ઓવર)- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી સુપર-4ની અંતિમ મેચની બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતીય ટીમે 4 વિકેટના નુકસાને 106 રન બનાવ્યા છે. અત્યારે ભારત માટે ઓપનર શુભમન ગિલ 78 બોલ પર 64 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 7 બોલ પર 5 પર રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, તંજીમ હસન સાકિબે 1 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં તંજીમે 15 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મુસ્તફિઝુર રહમાને 4 ઓવરમાં 31 રન આપ્યા છે. આ ઉપરાંત નસુમ અહમદે 5 ઓવરમાં 22 અને બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને 4 ઓવરમાં 20 રન આપ્યા છે. સાથે મહેંદી હસને 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 1 વિકેટ અને મહેંદી હસન મિરાજે 2 ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ લીધી છે.

89/3 (20 ઓવર)- ભારતીય ઓપનર શુભમન ગિલે ફિફ્ટી ફટકારી છે. શુભમને 61 બોલ પર પોતાની ફિફ્ટી પૂર્ણ કરી છે. ગિલે પોતાની આ ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સ ફટકારી છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 61 બોલમાં 54 રન અને ઈશાન કિશન 9 બોલમાં 3 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતને કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર, તિલક વર્મા 5 અને કેએલ રાહુલ 19 રન બનાવીને આઉટ થયા છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, તંજીમ હસન સાકિબે 1 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં તંજીમે 15 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મહેંદી હસને 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે.

71/2 (15 ઓવર)- ઈનિંગની શરૂઆતમાં 2 વિકેટ ગુમાવનારી ટીમ ઈન્ડિયાની ઈનિંગ ઓપનર શુભમન ગિલ અને કેએલ રાહુલે સંભાળી છે. અત્યારે ઓપનર શુભમન ગિલ 44 બોલ પર 41 રન કરીને અને કેએલ રાહુલ 36 બોલ પર 17 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, તંજીમ હસન સાકિબે 1 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં તંજીમે 15 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મુસ્તફિઝુર રહમાને 4 ઓવરમાં 31 રન આપ્યા છે. આ ઉપરાંત નસુમ અહમદે 2 ઓવરમાં 12 અને બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને પણ 2 ઓવરમાં 12 રન આપ્યા છે. સાથે મહેંદી હસને 1 ઓવરમાં માત્ર 1 રન આપ્યો છે.

42/2 (10 ઓવર)- ભારતે 10 ઓવર બાદ 2 વિકેટના નુકસાને 42 રન બનાવ્યા છે. અત્યારે ભારત માટે ઓપનર શુભમન ગિલ 26 બોલ પર 19 રન કરીને અને કેએલ રાહુલ 23 બોલ પર 11 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, તંજીમ હસન સાકિબે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં 11 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મુસ્તફિઝુર રહમાને 2 ઓવરમાં 15 રન આપ્યા છે. આ ઉપરાંત નસુમ અહમદે 2 ઓવરમાં 12 અને બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને 1 ઓવરમાં 4 રન આપ્યા છે.

23/2(5 ઓવર)- ભારતનો ટોપ ઓર્ડર બાંગ્લાદેશ સામે ફ્લોપ સાબિત થયો છે. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય અને તિલક વર્મા 5 રન કરીને આઉટ થયો છે. ભારતની આ બંને વિકેટ તંજીમ હસન સાકિબે લીધી છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 13 બોલ પર 10 રન અને કેએલ રાહુલ 6 બોલ પર 4 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.

બાંગ્લાદેશની ઈનિંગ

265/8(50 ઓવર)- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી સુપર-4ની અંતિમ મેચમાં બાંગ્લાદેશે 50 ઓવર બાદ 265 રન બનાવ્યા છે. જેથી ટીમ ઈન્ડિયાને જીત માટે 266 રનનો ટાર્ગેટ મળ્યો છે. બાંગ્લાદેશ માટે સૌથી વધુ 82 રન કેપ્ટન શાકિબ અલ હસને બનાવ્યા છે. જે બાદ 54 રન તૌહીદ હૃદોય અને 44 રન નસુમ અહમદે બનાવ્યા છે. ભારત માટે સૌથી વધુ 3 વિકેટ શાર્દુલ ઠાકુરે લીધી છે. શાર્દુલે 10 ઓવરમાં 65 રન આપીને 3 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ શમીએ 8 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે જ પ્રસિદ્ધ કૃષ્ણા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ પણ 1-1 વિકેટ લીધી છે.

223/7 (45 ઓવર)- છેલ્લી 5 ઓવરમાં ભારતને વધુ એક સફળતા મળી છે. ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ 81 બોલમાં 54 રન કરનારા તૌહીદ હૃદોયને આઉટ કર્યો છે. અત્યારે બાંગ્લાદેશ માટે નસુમ અહમદ 36 બોલ પર 35 રન કરીને અને મહેદી હસન 10 બોલ પર 13 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 7 ઓવર નાખી છે. જેમાં શમીએ 23 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે શાર્દુલ ઠાકુરે 8 ઓવરમાં 49 રન આપીને 3 વિકેટ લીધી છે. સાથે પ્રસિદ્ધ કૃષ્ણાએ 7 ઓવરમાં 27 રન આપ્યા છે. આ ઉપરાંત અક્ષર પટેલે 9 ઓવરમાં 47 રન આપીને 1 વિકેટ લીધી છે અને રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 53 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સાથે જ તિલક વર્માએ 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 21 રન આપ્યા છે.

188/6 (40 ઓવર)- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી સુપર-4ની અંતિમ મેચમાં માત્ર 10 ઓવરની રમત બાકી છે. અત્યારે બાંગ્લાદેશ માટે તૌહીદ હૃદોય 78 બોલ પર 53 રન કરીને અને નસુમ અહમદ 19 બોલ પર 14 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ વિકેટ લીધી છે. શમીએ 5 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે શાર્દુલ ઠાકુરે 8 ઓવરમાં 49 રન આપીને 3 વિકેટ લીધી છે. સાથે રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ અને અક્ષર પટેલે 9 ઓવરમાં 47 રન આપીને 1 વિકેટ લીધી છે.

162/6(35 ઓવર)- શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાને વધુ એક સફળતા અપાવી છે. શાર્દુલે 85 બોલ પર 80 રન કરનારા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબલ અલ હસનને આઉટ કર્યો છે. સાથે જાડેજાએ 5 બોલમાં 1 રન કરનારા શમીમ હુસૈનને આઉટ કર્યો છે. જેથી અત્યારે બાંગ્લાદેશ માટે તૌહીદ હૃદોય 66 બોલ પર 40 રન કરીને અને નસુમ અહમદ 1 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં શમીએ 12 રન આપવા સાથે 1 વિકેટ લીધી છે. સાથે શાર્દુલ ઠાકુરે 7 ઓવરમાં 42 રન આપીને 3 વિકેટ લીધી છે. સાથે પ્રસિદ્ધ કૃષ્ણાએ 6 ઓવરમાં 21 રન, અક્ષર પટેલે 7 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત તિલક વર્માએ 4 ઓવરમાં 21 રન, જ્યારે જાડેજાએ 6 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે.

137/4(30 ઓવર)- ભારતીય બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 15 ઓવરથી ભારતને એક પણ સફળતા મળી નથી. અત્યારે બાંગ્લાદેશ માટે બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન 75 બોલ પર 68 રન કરીને અને તૌહીદ હૃદોય 52 બોલ પર 30 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં શમીએ 12 રન આપવા સાથે 1 વિકેટ લીધી છે. સાથે શાર્દુલ ઠાકુરે 5 ઓવરમાં 31 રન, પ્રસિદ્ધ કૃષ્ણાએ 6 ઓવરમાં 22 રન, અક્ષર પટેલે 7 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત તિલક વર્માએ 4 ઓવરમાં 21 રન, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 14 રન આપ્યા છે.

108/4(25 ઓવર)- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી સુપર-4ની અંતિમ મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ બાંગ્લાદેશે 4 વિકેટના નુકસાને 108 રન બનાવ્યા છે. અત્યારે બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસv 61 બોલ પર 44 રન કરીને અને તૌહીદ હૃદોય 36 બોલ પર 25 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં શમીએ 12 રન આપવા સાથે 1 વિકેટ લીધી છે. સાથે શાર્દુલ ઠાકુરે 5 ઓવરમાં 31 રન, પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 16 રન, અક્ષર પટેલે 6 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત તિલક વર્માએ 4 ઓવરમાં 21 રન, જ્યારે જાડેજાએ 1 ઓવરમાં 7 રન આપ્યા છે.

78/4 (20 ઓવર)- ભારતીય બોલર્સ સામે બાંગ્લાદેશની સ્થિતિ સારી થઈ રહી છે. છેલ્લી 5 ઓવરમાં ભારતીય બોલર્સ એક પણ વિકેટ લઈ શક્યા નથી. અત્યારે બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન 48 બોલ પર 34 રન કરીને અને તૌહીદ હૃદોય 19 બોલ પર 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં શમીએ 12 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે શાર્દુલ ઠાકુરે 5 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 16 રન આપ્યા છે. સાથે અક્ષર પટેલે 4 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી છે અને તિલક વર્માએ 2 ઓવરમાં 4 રન આપ્યા છે.

62/4(15 ઓવર)- ભારતીય બોલર્સનો બાંગ્લાદેશ પર દબદબો યથાવત્ છે. 11થી 15 ઓવરમાં બાંગ્લાદેશનો વધુ એક ખેલાડી આઉટ થયો છે. 28 બોલ પર 13 રન કરનારો મહેદી હસન મિરાજ આઉટ થયો છે. હવે બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસન 33 બોલ પર 22 રન કરીને અને તૌહીદ હૃદોય 4 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં શમીએ 12 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે શાર્દુલ ઠાકુરે 5 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 16 રન આપ્યા છે. સાથે અક્ષર પટેલે 1 ઓવરમાં 1 રન આપીને 1 વિકેટ લીધી છે.

44/3(10 ઓવર)- બાંગ્લાદેશ સામે ભારતીય બોલર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય બોલર્સે છેલ્લી 5 ઓવરમાં બાંગ્લાદેશને વધુ એક ઝટકો આપ્યો છે. શાર્દુલ ઠાકુરે 11 બોલ પર 4 રન કરનારા અનામુલ હકને આઉટ કર્યો છે. હવે બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસન 18 બોલ પર 14 રન કરીને અને મેહદી હસન મિરાજ 17 બોલ પર 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે અત્યાર સુધી મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગ કરી છે. મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે શાર્દુલ ઠાકુરે 5 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 ઓવર નાખી છે. જેમાં કૃષ્ણાએ 2 રન આપ્યા છે.

24/2 (5 ઓવર)- ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલા બાંગ્લાદેશની ટીમે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી છે. બાંગ્લાદેશનો ઓપનર લિટ્ટન દાસ 2 બોલમાં શૂન્ય પર અને તંજીદ હસન 12 બોલ પર 13 રન કરીને આઉટ થયો છે. હવે બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસન 9 બોલ પર 9 રન કરીને અને અનામુલ હક 7 બોલ પર શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે મોહમ્મદ શમીએ 3 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે અને શાર્દુલ ઠાકુરે 2 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી છે.


ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ કોલંબોના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ હજુ એક પણ મેચ હારી નથી. આ જ ગ્રાઉન્ડમાં ભારતે શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવ્યું છે. જેથી આજે પણ ભારતીય ટીમ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમ એશિયા કપ 2023ના ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. મંગળવારે શ્રીલંકાને હરાવી ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું હતું. જો કે, ફાઈનલ પહેલાં ટીમને સુપર-4ની ત્રીજી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ રમવાની છે. આ મેચના પરિણામથી ભારતીય ટીમને કોઈ ફેરફાર થશે નહીં. જેથી બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં ટીમ ઈન્ડિયામાં અનેક ફેરફાર થઈ શકે છે.


તિલક વર્માએ કર્યું ડેબ્યૂ

આજની મેચમાં તિલક વર્માને વનડેમાં ડેબ્યૂ કર્યું છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તિલક વર્માને કેપ સોંપી છે. તિલક આજે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ વનડે મેચ રમશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તિલક વર્માના અમુક ફોટો શેર કર્યા છે.

ટીમ ઈન્ડિયામાં 5 ફેરફાર થયા

ટીમ ઈન્ડિયામાં 5 ફેરફાર થયા છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, સિરાધ અને બુમરાહ આ મેચમાં રમશે નહીં. તેમના સ્થાને તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવમાં આવી છે.

ભારતનું પલડું ભારે

ભારત અને બાંગ્લાદેશની ટીમો ODI ફોર્મેટમાં 39 વખત સામસામે આવી ચુકી છે. ભારતે 39 મેચોમાં કુલ 31 મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશની ટીમે 7 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે એક મેચ અનિર્ણિત રહી છે. ગત વર્ષે 2022માં બાંગ્લાદેશે ભારતને 3 મેચની વનડે સીરિઝમાં 2-1થી હરાવ્યું હતું. ભારતે માત્ર છેલ્લી ODI જીતી હતી, જેમાં ઈશાન કિશને બેવડી સદી ફટકારી હતી.

પીચ રિપોર્ટ

આર. પ્રેમદાસા સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે સારી માનવામાં આવે છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમ સફળ રહે છે. પાછળથી બેટિંગ દરમિયાન, પિચ સ્પિનરો માટે વધુ મદદરૂપ બને છે. પહેલા બેટિંગ કરનાર ટીમને અત્યાર સુધી વધુ ફાયદો થયો છે. આ પિચનો રેકોર્ડ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આ જોવા મળ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં પણ આવું બન્યું હતું.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા

બાંગ્લાદેશ- લિટ્ટન દાસ(વિકેટકીપર), તંજીદ હસન, અનામુલ હક, શાકિબ અલ હસન(કેપ્ટન), તૌહીદ હૃદોય, શમીમ હુસૈન, મેહદી હસન મિરાજ, મહેદી હસન, નસુમ અહમદ, તંજીમ હસન સાકિબ, મુસ્તફિઝુર રહમાન

  • Follow us on: