ભારતે ટી20 સિરીધની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 133 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે 12.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્માએ 79 રનની શાનદાર ઈનિંગ રમી. આ પહેલા વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી હતી અને 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ સામેની આ જીત સાથે, ભારતે પાંચ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.


  • Follow us on: