• ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
  • રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મેચ
  • સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ કર્યું ટેસ્ટ ડેબ્યૂ

ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 196 રન બનાવી લીધા હતા. તેથી ભારતીય ટીમે 322 રનની લીડ મેળવી લીધી છે. યશસ્વીએ સદી ફટકારી હતી. શુભમન ગિલ 65 રન બનાવીને અણનમ રહ્યો હતો. કુલદીપ યાદવ 3 રન બનાવીને અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો છે. કમરના દુખાવાના કારણે યશસ્વી જયસ્વાલ રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે 133 બોલનો સામનો કર્યો અને 104 રન બનાવ્યા. રજત પાટીદાર શૂન્ય પર આઉટ થયો હતો. આ પહેલા રોહિત શર્મા 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને ટોમ હાર્ટલીએ એક-એક વિકેટ લીધી હતી.

Day-3: ત્રીજો સેશન

રજત પાટીદાર આઉટ: ભારતની ત્રીજી વિકેટ 48મી ઓવરમાં પડી હતી. ટોમ હાર્ટલીના ચોથા બોલ પર રજત પાટીદારે મિડ-વિકેટ પર રેહાન અહેમદને આસાન કેચ આપ્યો હતો. હાલમાં નાઈટ વોચમેન તરીકે કુલદીપ યાદવ બેટિંગ કરવા મેદાનમાં આવ્યો છે.

જયસ્વાલ રિટાયર્ડ હર્ટ

યશસ્વી જયસ્વાલે સદી ફટકાર્યા બાદ તેની પીઠમાં સમસ્યા થતાં રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જયસ્વાલે 133 બોલમાં 9 ફોર અને 5 સિકસની મદદથી 109 રન બનાવ્યા હતા. હાલમાં ગિલ અને રજત પાટીદાર ક્રિઝ પર છે.

ગિલની ફિફટી

યશસ્વી જયસ્વાલની શાનદાર સદી બાદ શુભમન ગિલે પણ ફિફ્ટી ફટકારી છે. ગિલે 98 બોલમાં 4 ફોર અને 2 સિકસની મદદથી 51 રન ફટકાર્યા છે. આ સાથે ગિલ અને જયસ્વાલની બીજી વિકેટ માટે 150 રનની પાર્ટનરશિપ પમ કરી છે.

જયસ્વાલની સદી

યશસ્વી જયસ્વાલે આક્રમક બેટિંગ કરતા પોતાની સદી પૂરી કરી હતી. તે 122 બોલમાં 100 રન બનાવીને રમી રહ્યો છે. યશસ્વીએ આ ઈનિંગ દરમિયાન 9 ફોર અને 5 સિક્સર ફટકારી છે. ટીમ ઈન્ડિયાએ 40 ઓવરમાં 168 રન બનાવ્યા છે. તેણે 294 રનની લીડ મેળવી લીધી છે. શુભમન ગિલ 44 રન બનાવીને રમી રહ્યો છે. યશસ્વી અને શુભમન વચ્ચે 138 રનની ભાગીદારી થઈ હતી.

100 રનની પાર્ટનરશિપ

ટીમ ઈન્ડિયા માટે યશસ્વી અને શુભમન ગિલે સદીની પાર્ટનરશિપ પૂરી કરી હતી. બંનેએ 123 બોલનો સામનો કર્યો અને 100 રનની પાર્ટનરશિપ કરી. ભારતે 256 રનની લીડ મેળવી લીધી છે. ટીમે બીજા દાવમાં 32 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. યશસ્વી 80 રન બનાવીને રમી રહ્યો છે. શુભમન 26 રન બનાવીને રમી રહ્યો છે.

જયસ્વાલની ફિફ્ટી

યશસ્વીએ ટોમ હાર્ટલીની ઓવરમાં સતત બે સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે પોતાની ફિફટી પૂરી કરી હતી. યશસ્વી 81 બોલમાં 61 રન બનાવીને રમી રહ્યો છે. ભારતનો સ્કોર પણ 100 રનને પાર કરી ગયો છે. ટીમ ઈન્ડિયાએ 28 ઓવરમાં 107 રન બનાવ્યા છે. શુભમન ગિલ 22 રન બનાવીને રમી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાએ 200 રનની લીડ પૂરી કરી

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 201 રનની લીડ મેળવી લીધી છે. ભારતે 26 ઓવર બાદ 75 રન બનાવ્યા હતા. યશસ્વી 35 રન અને શુભમન 20 રન સાથે રમી રહ્યા છે. આ બંને વચ્ચે 45 રનની ભાગીદારી થઈ હતી.

Day-3: બીજો સેશનની રમત સમાપ્ત

ટી બ્રેક સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 44 રન હતો. આ સાથે જ ભારતની કુલ લીડ 170 રન થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ 54 બોલમાં એક ફોર સાથે 19 રન બનાવીને રમતમાં છે. તેની સાથે શુભમન ગિલ 14 બોલમાં એક ચોગ્ગા સાથે પાંચ રન બનાવીને રમતમાં છે. આ પહેલા રોહિત શર્મા 19 રન બનાવીને આઉટ થયો હતો. તેને જો રૂટે LBW આઉટ કર્યો હતો.

રોહિત શર્મા આઉટ: ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ 30 રન પર પડી હતી. રોહિત શર્મા 28 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. બીજા છેડે યશસ્વી જયસ્વાલ 41 બોલમાં 10 રન બનાવીને રમતમાં છે. હવે શુભમન ગિલ ક્રિઝ પર આવી ગયો છે.

ભારતની ઈનિંગ શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 126 રનની લીડ મેળવી છે. હાલમાં ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જ્યસ્વાલ ક્રિઝ પર આવ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઓવરની શરૂઆત જેમ્સ એન્ડરસને કરી છે.

ઈંગ્લેન્ડની ઈનિંગ સમાપ્ત

ઈંગ્લેન્ડની ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ રીતે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 126 રનની જંગી લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડની ટીમ આજે વધુ 112 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન તેણે આઠ વિકેટ ગુમાવી હતી. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બેન ડકેટે સૌથી વધુ 153 રન બનાવ્યા હતા. કેપ્ટન બેન સ્ટોક્સે 41 રન અને ઓલી પોપે 39 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈ બેટ્સમેને બેટિંગ કરી નથી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને બે-બે સફળતા મળી હતી.

ટોમ હાર્ટલી આઉટ: ઈંગ્લેન્ડે 314 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી છે. ટોમ હાર્ટલી 17 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. તે રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ કરતા 131 રન આગળ છે. આવી સ્થિતિમાં રોહિત બ્રિગેડ મોટી લીડ મેળવી શકે છે.

રેહાન અહેમદ આઉટ: મોહમ્મદ સિરાજે ઘાતક યોર્કર વડે રેહાન અહેમદને આઉટ કરીને ઈંગ્લેન્ડને આઠમો ઝટકો આપ્યો છે. રેહાન 13 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. સિરાજની આ ત્રીજી સફળતા છે. ઇંગ્લિશ ટીમ હાલમાં ભારતથી 131 રન પાછળ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે મોટી સફળતા હાંસલ કરવાની તક છે.

ઈંગ્લેન્ડનો સ્કોર 300ને પાર

ઈંગ્લેન્ડનો સ્કોર સાત વિકેટે 304 રન પર પહોંચી ગયો છે. ટોમ હાર્ટલી અને રેહાન અહેમદ ક્રિઝ પર છે. હાર્ટલીએ ફ્રન્ટ સાઇડમાં જાડેજાના બોલ પર શાનદાર ફોર ફટકારી હતી. ઇંગ્લિશ ટીમ અત્યારે ભારતથી 141 રન પાછળ છે.

ઈંગ્લેન્ડને લાગ્યો બેવડો ઝટકો

ઈંગ્લેન્ડને બેવડો ફટકો પડ્યો છે. પહેલા રવિન્દ્ર જાડેજાના બોલ પર સિક્સર ફટકારવાનો પ્રયાસ કરતી વખતે બેન સ્ટોક્સ બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. આ પછી સિરાજે આગલી ઓવરના પહેલા બોલ પર બેન ફોક્સને આઉટ કર્યો. સ્ટોક્સ 41 રન અને ફોક્સ 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ઈંગ્લેન્ડે 299 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી છે.

Day-3: પ્રથમ સેશનની રમત સમાપ્ત

આજના પ્રથમ સેશનમાં ટીમ ઈન્ડિયાએ 83 રન આપી અને 3 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડનો સ્કોર હવે પાંચ વિકેટે 290 રન છે. બેન સ્ટોક્સ 39 અને બેન ફોક્સ 06 રન સાથે રમી રહ્યા છે. બંને વચ્ચે 30 રનની પાર્ટનરશિપ થઈ છે. આ પહેલા બેન ડકેટ 153, જો રૂટ 18 અને જોની બેયરસ્ટો શૂન્ય રને આઉટ થયા હતા. કુલદીપે બે અને બુમરાહે એક વિકેટ ઝડપી હતી.

બેન ડકેટ આઉટ: ઈંગ્લેન્ડની પાંચમી વિકેટ 260 રનના સ્કોર પર પડી હતી. બેન ડકેટ 151 બોલમાં 153 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 23 ફોર અને 2 સિકસર ફટકારી હતી. કુલદીપ યાદવે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હવે બેન સ્ટોક્સ અને બેન ફોક્સ ક્રિઝ પર છે.

બેન ડકેટના 150 રન પૂરા

બેન ડકેટે માત્ર 135 બોલમાં 150 રન પૂરા કર્યા છે. ડકેટે ટેસ્ટ ક્રિકેટમાં બીજી વખત આ કારનામું કર્યું છે. ઈંગ્લેન્ડનો સ્કોર હવે ચાર વિકેટે 239 રન છે.

બેયરસ્ટો આઉટ: કુલદીપ યાદવે 225ના સ્કોર પર ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો. જોની બેયરસ્ટો ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. કુલદીપે બેયરસ્ટોને LBW આઉટ કર્યો હતો.

જો રૂટ આઉટ: ટીમ ઈન્ડિયાને આજની પાંચમી ઓવરમાં સફળતા મળી હતી. જસપ્રીત બુમરાહના બોલ પર T20 શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે જો રૂટ સ્લિપમાં કેચ આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલે રૂટનો શાનદાર કેચ લીધો હતો. રૂટે 31 બોલમાં 18 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડનો સ્કોર હવે ત્રણ વિકેટે 224 રન છે.

ભારતીય ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં આવ્યા હતા. આ વિશે માહિતી આપતાં BCCIએ કહ્યું કે આ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડની યાદમાં કરવામાં આવ્યું છે, જેમણે તાજેતરમાં જ દુનિયાને અલવિદા કહીં હતી.

ત્રીજા દિવસની રમત શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ તરફથી સદી બેન ડકેટ અને જો રૂટ ક્રિઝ પર આવ્યા છે. જસપ્રીત બુમરાહના હાથમાં બોલ છે. રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ દેવદત્ત પડિકલ ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યા છે.

બીજા દિવસની રમત સમાપ્ત

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ભારતીય ટીમે આ મેચની પ્રથમ ઇનિંગમાં 445 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. જવાબમાં બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે 2 વિકેટના નુકસાને 207 રન બનાવી લીધા હતા. ઇંગ્લિશ ટીમ હવે ભારતથી 238 રન પાછળ છે. બીજા દિવસે સ્ટમ્પના સમયે બેન ડકેટ 118 બોલમાં 133 રન બનાવીને અણનમ અને જો રૂટ 13 બોલમાં 9 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ડકેટે પોતાની સદીની ઇનિંગ્સમાં 21 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. આ પહેલા ઓલી પોપ 55 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે જેક ક્રોલીએ 15 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી હતી.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (C), બેન ફોક્સ (wc), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.

ભારતની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (C), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (Wk), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

  • Follow us on: