- ચોથી ટેસ્ટમાં ભારતની 5 વિકેટે જીત
- ટીમ ઈન્ડિયાએ 3-1થી સીરિઝ જીતી
- રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલનું શાનદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચોની સીરિઝ પણ 3-1થી જીતી લીધી છે. ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જોકે, એક સમયે ભારતે માત્ર 120 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે 77 રનની પાર્ટનરશિપ કરી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ગિલ 52 અને જુરેલ 39 રને અણનમ પરત ફર્યા હતા.
ભારતની બીજી ઈનિંગ
ગિલ અને જુરેલ વચ્ચે 50 રનની પાર્ટનરશિપ
ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 172 રન થઈ ગયો છે. શુભમન ગિલ 39 રને અને ધ્રુવ જુરેલ 32 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 52 રનની પાર્ટનરશિપ થઈ છે. ભારતને હવે જીતવા માટે માત્ર 20 રનની જરૂર છે.
સરફરાઝ ખાન આઉટ: શોએબ બશીરે મેચનો પલટી નાખી છે. બશીરે બે બોલમાં બે વિકેટ લીધી હતી. પહેલા તેણે રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યો અને પછી સરફરાઝ ખાનને આઉટ કર્યો. ભારતે 120 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. સરફરાઝ ખાન ગોલ્ડન ડકનો શિકાર બન્યા હતા.
રવિન્દ્ર જાડેજા આઉટ: ટીમ ઈન્ડિયાએ 120 રનમાં ચોથી વિકેટ ગુમાવી દીધી છે. રવિન્દ્ર જાડેજા 33 બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો. શોએબ બશીરે તેને જોની બેરસ્ટોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ભારતને જીતવા માટે હજુ 72 રનની જરૂર છે.
Day-4:પ્રથમ સેશનની રમત સમાપ્ત
લંચ બ્રેક સુધી ભારતનો સ્કોર 3 વિકેટે 118 રન છે. ભારતને જીતવા માટે 74 રનની જરૂર છે. અત્યારે શુભમન ગિલ 18 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે રવિન્દ્ર જાડેજા 3 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 18 રનની પાર્ટનરશિપ થઈ છે. જ્યારે બંને ઓપનર રોહિત શર્મા 55 રન અને યશસ્વી જયસ્વાલ 38 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.જ્યારે રજત પાટીદાર ડકનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ, ટોમ હાર્ટલી અને શોએબ બશીરને એક-એક સફળતા મળી છે.
રજત પાટીદાર આઉટ: ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ 100 રન પર પડી છે. રજત પાટીદાર શૂન્ય પર આઉટ થયો હતો. તે શોએબ બશીરના હાથે કેચ આઉટ થયો હતો. હવે રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ ક્રિઝ પર છે. ભારતને જીતવા માટે હજુ 92 રનની જરૂર છે.
રોહિત શર્મા આઉટ: ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ 99 રન પર પડી. રોહિત શર્મા 55 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત ટોમ હાર્ટલીના બોલ પર સ્ટમ્પિંગ થયો હતો. ભારતને જીતવા માટે હજુ 93 રનની જરૂર છે.
રોહિત શર્માની ફિફ્ટી
રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી છે. તે 70 બોલમાં 5 ફોર અને એક સિકસની મદદથી 51 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ બે રન પર છે. ભારતનો સ્કોર એક વિકેટે 90 રન પર પહોંચી ગયો છે.
જયસ્વાલ આઉટ: ટીમ ઈન્ડિયાએ 84 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે. યશસ્વી જયસ્વાલ 44 બોલમાં 5 ફોરની મદદથી 37 રન બનાવીને આઉટ થયો હતો. જો રૂટે તેને પેવેલિયન મોકલ્યો હતો. જેમ્સ એન્ડરસને જયસ્વાલનો શાનદાર કેચ લીધો હતો.
રોહિત-જયસ્વાલ વચ્ચે 50 રનની પાર્ટનરશિપ
આજની પ્રથમ ઓવર મેડન ફેંકનાર જેમ્સ એન્ડરસન પર રોહિત શર્માએ જોરદાર સિક્સર ફટકારી હતી. ભારતનો સ્કોર હવે કોઈ વિકેટ વિના 52 રન છે. રોહિત 33 અને યશસ્વી 19 રને રમતમાં છે. ભારતે હવે જીતવા માટે વધુ 140 રન બનાવવાના છે.
ચોથા દિવસની રમત શરૂ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસની રમત શરૂ થઈ છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા 24 રન અને યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને ક્રિઝ પર છે. ઈંગ્લેન્ડ તરફથી ઓવરની શરૂઆત એન્ડરસને કરી છે. ભારતને જીત માટે 152 રનની જરૂર છે.
બંને દેશની પ્લેઈંગ-11
ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ
ઇંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન
પિચ રિપોર્ટ
પાંચ વર્ષ પછી રાંચીમાં કોઈ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બંને કેપ્ટને જ્યારે પિચનું નિરીક્ષણ કર્યું ત્યારે પિચ પર ઘણી તિરાડો જોવા મળી હતી. આ સિવાય પિચ પણ એકદમ સૂકી દેખાઈ હતી. જે બાદ સમજી શકાય છે કે આ પિચ સ્પિન બોલરો માટે મદદરૂપ થશે. પિચ જોયા બાદ એવું પણ જોવામાં આવ્યું છે કે જો પહેલા દિવસે જ પિચ પર આટલી તિરાડ પડી હશે તો બીજા દિવસે આ તિરાડો વધવા લાગશે અને સ્પિનરોને પિચમાંથી વધુ મદદ મળતી જોવા મળશે. આ પિચ પર સ્પિનરો ઉપરાંત ફાસ્ટ બોલરોની પણ મદદ મળી શકે છે. પિચ સૂકી છે અને તેમાં તિરાડો છે. તેને જોયા બાદ સ્પષ્ટ થાય છે કે જો ફાસ્ટ બોલરો તેમની બોલિંગને મિશ્રિણ કરશે તો તેમને પિચથી ચોક્કસ ફાયદો થશે.













