- આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વોર્મ-અપ મેચ
- આ મેચ આજે ગુવહાટી ખાતે રમાશે
- ભારતનો વનડે ફોર્મેટમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર રેકોર્ડ
5 ઓકેટબરથી શરુ થઈ રહેલા વર્લ્ડ કપ માટે હવે ગણતરીના દિવસો બાકી છે. તેની વચ્ચે તમામ દેશના ખેલાડીઓ વોર્મ-અપ મેચો રમી રહ્યા છે. 29 સપ્ટેમ્બરની રોજ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાન અને શ્રીલંકાને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુવાહટીમાં વોર્મ-અપ મેચ રમાશે.
વર્લ્ડ કપ 2023 પહેલા વોર્મ-અપ મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં ભારતની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શનિવારે ગુવાહાટીમાં મેચ રમાશે. ભારતનો વનડે ફોર્મેટમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર રેકોર્ડ છે. ભારત તરફથી ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર વર્તમાન ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો વિરાટ કોહલી ટોપ પર છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની પણ ટોપ પર છે.
કોહલી ફોર્મમાં ચાલી રહ્યા છે
ભારતનો દિગ્ગજ ખેલાડી કોહલી ફોર્મમાં છે. તેમણે તાજેતરમાં એશિયા કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોહલીનો ઈંગ્લેન્ડ સામેની વનડેમાં શાનદાર રેકોર્ડ છે. વર્તમાન ખેલાડીઓની યાદીમાં કોહલી ટોપ પર છે. તેમણે ઈંગ્લેન્ડ સામે 35 મેચમાં 1340 રન બનાવ્યા છે. કોહલીએ આ દરમિયાન 3 સદી અને 9 ફિફ્ટી ફટકારી છે. તેમણે 127 ચોગ્ગા પણ ફટકાર્યા છે. ઈંગ્લેન્ડ સામે વિરાટનો સર્વશ્રેષ્ઠ સ્કોર 122 રન રહ્યો છે. તેઓ ફરી એકવાર વર્લ્ડ કપમાં અજાયબી બતાવી શકે છે.
ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવાનો રેકોર્ડ ધોનીના નામે
ઈંગ્લેન્ડ સામે ભારત તરફથી સૌથી વધુ વનડે રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ 48 મેચમાં 1546 રન બનાવ્યા છે. તેમણે એક સદી અને 10 ફિફ્ટી ફટકારી છે. બીજા નંબર પર યુવરાજ સિંહ છે. યુવીએ 37 મેચમાં 1523 રન બનાવ્યા છે. તેણે 4 સદી અને 7 ફિફ્ટી ફટકારી છે. ત્રીજા નંબર પર સચિન તેંડુલકર છે. સચિને 37 મેચમાં 1455 રન બનાવ્યા છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર.
ઈંગ્લેન્ડની ટીમ: જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશીદ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ .