• ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે
  • ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો નિર્ણય
  • આયર્લેન્ડને 96 રનમાં ઓલઆઉટ કરી દીધું

T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ આયરલેન્ડ સામે રમી રહી છે. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોની ઘાતક બોલિંગ જોવા મળી હતી. આ મેચમાં આયર્લેન્ડના બેટ્સમેનો ભારતીય બોલરો સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન, ભારતીય બોલરોએ એક એવી સિદ્ધિ હાંસલ કરી હતી જે ટીમ ઈન્ડિયાએ પહેલા માત્ર ત્રણ વખત આ કારનામું કરી શકી હતી.

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું મોટું કારનામું

આ મેચમાં ટીમ ઈન્ડિયા સામે આયરિશ ટીમ માત્ર 16 ઓવરની જ બેટિંગ કરી શકી હતી. ભારતીય બોલરોએ આયર્લેન્ડને 96 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. T20 વર્લ્ડકપમાં આ ચોથી વાર છે જ્યારે ટીમ ઈન્ડિયાએ વિરોધી ટીમને 100 રનની અંદર ઓલઆઉટ કરી દીધી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી છે.

T20 વર્લ્ડકપમાં ભારત સામેનો સૌથી ઓછો સ્કોર

  • ઈંગ્લેન્ડ - 80 રન
  • સ્કોટલેન્ડ - 85 રન
  • ઓસ્ટ્રેલિયા - 86 રન
  • આયર્લેન્ડ - 96 રન

ભારતીય બોલરોનો કમાલ

આ મેચમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ બોલર રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં માત્ર 27 રન આપ્યા અને 3 વિકેટ લીધી. આ દરમિયાન તેણે ઓવર મેડન પણ ફેંકી હતી. આ સાથે જ અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે 2-2 બેટ્સમેનોનો શિકાર બનાવ્યા હતા. બીજી તરફ અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજને એક-એક સફળતા મળી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 6 બોલર્સનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 5 બોલરો સફળ રહ્યા હતા.

  • Follow us on: