- નેપાળ-ભારત વચ્ચે રમાયેલી મેચમાં ભારતની જીત
- ભારતીય ટીમની 10 વિકેટે જીત
- નેપાળે પહેલાં બેટિંગ કરીને બનાવ્યા હતા 230 રન
નેપાળ અને ભારત વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમની 10 વિકેટે જીત થઈ છે. આ સાથે ભારતે સુપર 4માં ક્વોલીફાઈ કર્યું છે. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 59 બોલ પર અણનમ 74 રન કર્યા છે અને શુભમન ગિલે 62 બોલ પર અણનમ 67 રન કર્યા છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ નેપાળે પહેલાં બેટિંગ કરીને 230 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ વરસાદના કારણે મેચની ઓવર ઘટાડવામાં આવી હતી. જેથી ભારતને 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 20.1 ઓવરમાં 147 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
રોહિત શર્મા અને શુભમન ગિલની શાનદાર બેટિંગ
ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 59 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે શુભમન ગીલે 62 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
નેપાળે બેટિંગ કરીને અંતે 230 રન પર ઓલઆઉટ થઇ
ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નેપાળે બેટિંગ કરીને અંતે 230 રન પર ઓલઆઉટ થઇ હતી. જેથી ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો છે. નેપાળ માટે સૌથી વધુ 97 બોલમાં 58 રન વિકેટકીપર બેટ્સમેન આશિફ શેખે કર્યા છે, જ્યારે કુશલ ભુર્તેલે 25 બોલમાં 38, ગુલસન ઝાએ 35 બોલમાં 23, દીપેન્દ્ર સિંહ એરીએ 25 બોલમાં 39 અને સોમપાલ કામીએ બોલ 56 બોલ પર 48 રન કર્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, શમીએ 7 ઓવરમાં 29 રન આપ્યા છે. સાથે સિરાઝે 1 મેડન ઓવર સાથે 9.1 ઓવર નાખી છે. જેમાં તેમણે 61 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 3 મેડન ઓવર સાથે 8 ઓવર નાખી છે. જેમાં હાર્દિકે 34 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી છે. આ સાથે જ કુલદીપ યાદવે 2 મેડન સાથે 10 ઓવર નાખી છે. જેમાં કુલદીપે 34 રન આપ્યા છે.