• 87 બોલમાં તોફાની બેટિંગ કરતા તેણે 14 ફોર અને 2 સિક્સર ફટકારી
  • વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાના મામલે કોહલી અને ધવનના રેકોર્ડને તોડી નાખ્યો
  • શુભમન ગિલે 19 મેચોની માત્ર 19 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો

ભારતીય ટીમના આશાસ્પદ યુવા ઓપનર શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. 87 બોલમાં તોફાની બેટિંગ કરતા તેણે 14 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ તેની સતત બીજી સદી છે. આની પહેલા શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં તેણે 97 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 114 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

એટલું જ નહીં, આ દરમિયાન તેણે 106 રન બનાવ્યા અને વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાના મામલે વિરાટ કોહલી અને શિખર ધવનના રેકોર્ડને તોડી નાખ્યો. વિરાટ કોહલી અને શિખર ધવને 1000 વનડે રન પૂરા કરવા માટે 24-24 ઇનિંગ્સ લીધી હતી, જ્યારે શુભમન ગિલે 19 મેચોની માત્ર 19 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો.

[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on: