- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણી આજથી શરૂ
- ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે
- યુવા મિશેલ સેન્ટનર કિવી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ભલે આ મેચ ટીમ ઈન્ડિયાના હાથમાંથી નીકળી ગઈ હોય, તેમ છતાં વોશિંગ્ટન સુંદરે તેની બેટીંગથી આજે બધાને પ્રભાવિત કર્યા. સુંદરે મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે છેલ્લી ઓવરમાં લોકી ફર્ગ્યુસનના બોલ પર છગ્ગા વડે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અડધી સદી પૂરી કરી. તેણે 27 બોલમાં 50 રન બનાવ્યા હતા.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ટીમ ઈન્ડિયાએ તેની આઠ વિકેટ ગુમાવી દીધી છે, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને દીપક હુડ્ડાને આઉટ થયા છતાં વોશિંગ્ટન સુંદર એકલા હાથે મોરચો સંભાળી રહ્યો છે. હાલમાં તે 26 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને જીતવા માટે 2 બોલમાં 26 રનની જરૂર છે.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: દીપક હુડ્ડા 10 બોલમાં 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. મિશેલ સેન્ટરના બોલ પર આગળ વધીને મોટો શોટ રમવાના પ્રયાસમાં તે બોલ ચૂકી ગયો હતો. મામલો ત્રીજા અમ્પાયર પાસે જતા, તેણે હુડ્ડાને આઉટ જાહેર કર્યો હતો.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ટી20 મેચમાં ભારતીય ટીમની હાલત ગંભીર દેખાઈ રહી છે. ભારતની ટીમ માત્ર 102 રન પર 5 વિકેટ ગુમાવી ચૂકી છે. સૂર્યકુમાર યાદવના આઉટ થયા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે કેપ્ટન હાર્દિક પંડ્યા અહીં મોટી ઇનિંગ રમશે પરંતુ તેમ થઇ શક્યું નહીં. 20 બોલમાં 21 રન બનાવ્યા બાદ હાર્દિક માઈકલ બ્રેસવેલના હાથે કેચ એન્ડ બોલ્ડ થયો હતો.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ભારતીય ટીમને 12મી ઓવરમાં મોટો ઝટકો લાગ્યો હતો. સૂર્યકુમાર યાદવ 47 રને આઉટ થયો હતો. ઈશ સોઢીની ઓવરના ત્રીજા બોલ પર કવર્સની દિશામાં સિક્સર ફટકાર્યા પછી, તે બીજા જ બોલ પર ફિન એલન દ્વારા કેચ આઉટ થયો હતો. સૂર્યાએ પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાની વિકેટ પડતાં જ ભારતને મોટું નુકશાન થયું છે. 19 બોલમાં 21 રન કરી હાર્દિક પંડ્યા આઉટ થયો હતો.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ભારતીય ટીમે 12 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 88 રન બનાવી લીધા છે. ભારતને હવે જીતવા માટે 48 બોલમાં 89 રનની જરૂર છે. સૂર્યકુમાર યાદવ 34 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો. હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 21 રન બનાવ્યા છે.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: આઠ ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 52 રન છે. સૂર્યકુમાર યાદવ 18 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે જ હાર્દિક પંડ્યાએ પણ 13 બોલમાં 18 રન બનાવ્યા છે. ભારતને જીતવા માટે 72 બોલમાં 125 રનની જરૂર છે.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: પાવરપ્લેમાં ભારતીય ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 33 રન બનાવી લીધા છે. 177 રનના લક્ષ્યાંક સામે ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઈશાન કિશન, શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ ભારતીય ચાહકોને નિરાશ કર્યા હતા. આ સમયે સૂર્યકુમાર યાદવ 13 બોલમાં 15 રન બનાવીને મેદાન પર રમી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ 6 બોલમાં 6 રન બનાવ્યા છે.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ઈશાન કિશન અને રાહુલ ત્રિપાઠી બાદ હવે શુભમન ગિલ પણ બહાર થઈ ગયો છે. તેણે છ બોલ રમીને સાત રન બનાવ્યા હતા. તે મિચેલ સેન્ટનરનો બોલ સમજી શક્યો ન હતો અને મિડવિકેટ પર ફિન એલનને સરળ કેચ આપ્યો હતો.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: 177 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય ટીમે માત્ર 11 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. ઈશાન કિશન બાદ યુવા બેટ્સમેન રાહુલ ત્રિપાઠી પણ આઉટ થયો હતો. ત્રિપાઠી છ બોલ રમીને પણ ખાતું ખોલી શક્યો ન હતો અને કેચ આઉટ થયો હતો.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ડેવોન કોનવે અડધી સદી ફટકાર્યા બાદ વધુ ઘાતક લાગતો હતો. પાવરપ્લેમાં મોંઘા સાબિત થયેલા અર્શદીપ સિંહને કોનવેની વિકેટ મળી હતી. કોનવેએ 35 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ન્યૂઝીલેન્ડ ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવેએ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. કોનવે 52 રન બનાવીને આઉટ થયો છે. ફિન એલનના આઉટ થયા બાદ કોનવેએ બાજી સંભાળી લીધી હતી. 18 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર પાંચ વિકેટના નુકસાન પર 141 રન છે.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: કુલદીપ યાદવે 13મી ઓવરમાં ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. 3 વિકેટના નુકશાનથી 47 બોલ રમીને ડેવોન કોનવે અને ફિન એલન વચ્ચે 60 રનની ભાગીદારી નોંધાઈ હતી. કુલદીપે એલનને ઓવરના પાંચમા બોલ પર બાઉન્ડ્રી પાસે સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 13 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 104 રન છે.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ડેવોન કોનવેએ 25 બોલમાં 41 રન બનાવ્યા. હાર્દિકે 10મી ઓવર ફેંકી જેમાં છ રન આપ્યા. કુલદીપ યાદવ 11મી ઓવરમાં આક્રમક મુડમાં દેખાયો. એક ફોરની મદદથી ન્યૂઝીલેન્ડે આ ઓવરમાં સાત રન બનાવ્યા. આ પછી દીપક હુડ્ડાએ 12મી ઓવરમાં બોલિંગ કરી. તેણે બે ચોગ્ગા માર્યા. એક ફોર મિસ-ફિલ્ડનો હતો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 12 ઓવર પછી 96 રન છે.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ફિન એલનના આઉટ થયા બાદ બીજા ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવેએ આક્રમક વલણ અપનાવ્યું છે. કોનવેએ 16 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. તેમજ ગ્લેન ફિલિપ્સે 11 બોલમાં છ રન બનાવ્યા છે. ઉમરાન મલિકે આઠમી ઓવર નાખી. કોનવેએ આ ઓવરમાં એક છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા. નવ ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર બે વિકેટના નુકસાને 73 રન બનાવ્યા.

IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ભારતીય ટીમના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ભારતની મેચમાં જબરદસ્ત વાપસી કરી છે. સુંદરે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. ફિન એલને પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. તે બીજા બોલ પર પણ મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ મિડવિકેટની દિશામાં સૂર્યકુમાર યાદવના હાથે કેચ થઈ ગયો. તે 23 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી નવા બેટ્સમેન માર્ક ચેમ્પમેન ઓવરના છેલ્લા બોલ પર સુંદરના હાથે કેચ એન્ડ બોલ્ડ થયો હતો. તે ચાર બોલ રમીને શૂન્ય રને આઉટ થયો હતો.

IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: ડેવોન કોનવે અને ફિન એલને ન્યૂઝીલેન્ડ ટીમ તરફથી સારી શરૂઆત કરી છે. આ જોડીએ પ્રથમ બે ઓવર પછી 23 રન બનાવ્યા છે. હાર્દિકે પોતાની ઓવરમાં 12 રન આપ્યા હતા. હવે અર્શદીપ સિંહે તેની પ્રથમ ઓવરમાં 11 રન આપ્યા છે. એલન 10 બોલમાં 16 રન અને કોનવે બે બોલમાં ચાર રનથી રમી રહ્યો છે.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ બોલીંગ લીધી. પ્રથમ ઓવરના અંતે ન્યૂઝીલેન્ડના 12 રન થયા. ન્યૂઝીલેન્ડ ટીમના સ્ટાર બૈટર ફિન એલન અને ડેવોન કૉનવે ઓપનિંગ બેટીંગ કરી રહ્યા છે.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: હાર્દિક પંડ્યાની ટીમમાં નંબર-3 પર વિરાટ કોહલીની જગ્યાએ યુવા બેટ્સમેન રાહુલ ત્રિપાઠીને તક આપવામાં આવી છે. સૂર્યકુમાર યાદવની જેમ રાહુલ પણ ખૂબ જ ખતરનાક બેટ્સમેન છે. તેનો સ્ટ્રાઈક રેટ ઘણો સારો છે. રાહુલને શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી.
IND vs NZ 1st T20I લાઇવ સ્કોર: હાર્દિકે ટોસ જીત્યો, ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ કરવાની તક આપી. ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ આપી છે. આજે ભારતીય ટીમમાં પૃથ્વી શો અને યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી નથી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણી આજથી શરૂ થઇ છે. ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. યુવા મિશેલ સેન્ટનર કિવી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. બંને ટીમોમાં એવા નવા ચહેરા છે જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ રમ્યા નથી. જોકે સ્થાનિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ આ મેચમાં જીત સાથે સિરીઝની શરૂઆત કરે છે કે પછી આજે કીવીઝ જીતે છે.
ODI બાદ હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝનું બ્યુગલ વાગી રહ્યું છે. ભારતીય ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ખૂબ જ યુવા ટીમ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમવા પહોંચી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની કમાન પણ યુવા કેપ્ટન પાસે છે. મિશેલ સેન્ટનરને કિવી ટીમની કમાન સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયા વન-ડેની જેમ જ ટી-20માં પણ કિવીનો સફાયો કરવા ઈચ્છશે.
ભારતીય ટીમ: શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટમાં), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જીતેશ શર્મા, મુકેશ શર્મા કુમાર, પૃથ્વી શો.
ન્યૂઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે (wk), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (સી), લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી, બ્લેર ટિકનર, જેકબ ડફી, માઈકલ રિપ્પન, ડેન ક્લીવર, હેનરી શિપલી, બેન લિસ્ટર.










