- ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં ભારતીય ટીમને સફળતા અપાવી હતી
- ચોથી ઓવરમાં ડેરેલ મિશેલને પણ આઉટ દીધો હતો
- શમીએ પહેલી ઓવર મેડન પણ નાંખી હતી
ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) ટીમ રાયપુરમાં વનડે શ્રેણીની બીજી મેચ રમી રહી છે. મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમાય રહી છે. આ કારણે રોહિતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું અને પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ વિકેટ લીધી.
ફિન એલનને કર્યો બોલ્ડ
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં ભારતીય ટીમને સફળતા અપાવી હતી. પીચ ફાસ્ટ બોલરોને મદદ કરતી દેખાતી હતી. શમીને પહેલા બોલથી જ સ્વિંગ મળવાનું શરૂ થઈ ગયું હતું. તેણે સતત બહાર જતા બોલ ફેંક્યા. પરંતુ ઓવરનો 5મો બોલ શમી ઇનસ્વિંગર ફેંક્યો હતો. બોલ ખૂબ જ ઝડપથી અંદર આવ્યો. ફિન એલનના પેડ પર બોલ લાગ્યો અને પછી વિકેટ સાથે જઇને ટકરાયો.
પ્રથમ મેચમાં ઝડપી રન બનાવ્યા હતા
ફિન એલન એક વિસ્ફોટક બેટ્સમેન છે અને તેણે પ્રથમ વનડેમાં ઝડપી રન બનાવ્યા હતા. તેણે હાર્દિક પંડ્યાને જોરદાર ધોઇ નાંખ્યા હતા. પરંતુ તે આ મેચમાં ખાતું પણ ખેલી શક્યા નહોતા. આ સાથે જ શમીએ પ્રથમ ઓવર મેડન પણ નાંખી હતી.
મિશેલને પણ આઉટ કર્યો
મોહમ્મદ શમી અહીં જ અટક્યા નહીં. તેમણે તેની ચોથી ઓવરમાં ડેરેલ મિશેલને પણ આઉટ દીધો હતો. મિશેલે શમીના હાથમાં શોટ રમ્યો હતો. પ્રથમ 4 ઓવરમાં મોહમ્મદ શમીએ મેડલ ફેંક્યો હતો અને માત્ર 5 રન આપીને 2 વિકેટ લીધી હતી.
રાયપુરમાં રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટીમ એ જ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી હતી જેણે પ્રથમ મેચ જીતી હતી. ન્યુઝીલેન્ડે પણ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.