- ન્યૂઝીલેન્ડની ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ હતી
- રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી
- ઈન્ડિયાએ સતત ત્રીજી શ્રેણી પણ જીતી લીધી છે
મોહમ્મદ શમીના નેતૃત્વમાં શાનદાર બોલિંગના આધારે ભારતે પહેલા ન્યૂઝીલેન્ડને 108 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરીને ટીમને 8 વિકેટે મોટી જીત અપાવી. આ સાથે ટીમ ઈન્ડિયાએ વર્ષ 2023ની સતત ત્રીજી શ્રેણી પણ જીતી લીધી છે.
INDvsNZ live: ભારતીય ટીમે બીજી વિકેટ ગુમાવી છે. બીજી વન-ડેમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા કિંગ કોહલી મિશેલ સેન્ટનરના બોલ પર આઉટ થયો. કોહલીએ 9 બોલમાં બે ચોગ્ગા સાથે 11 રન બનાવ્યા.
INDvsNZ live: ભારતીય ઇનિંગ્સની 15 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 15 ઓવરના અંતે એક વિકેટના નુકસાન પર 74 રન બનાવી લીધા છે. હાલમાં ટીમ માટે શુભમન ગિલ (21) અને વિરાટ કોહલી (01) ક્રિઝ પર હાજર છે.
INDvsNZ live: કેપ્ટન રોહિત શર્મા આઉટ થતાં ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો. બીજી વન-ડે ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે કેપ્ટન શર્મા 50 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 51 રન બનાવીને હેનરી શિપલીનો શિકાર બન્યો હતો.
INDvsNZ live: ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 109 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમે પ્રથમ 10 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 52 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 40 બોલમાં 38 રન અને શુભમન ગિલે 20 બોલમાં 14 રન બનાવ્યા હતા.
INDvsNZ live: ન્યૂઝીલેન્ડ ટીમના ફાસ્ટ બોલર હેનરી શિપલીએ છઠ્ઠી ઓવર લીધી હતી. શિપ્લીની આ ઓવરમાં ભારતીય બેટ્સમેને માત્ર એક રન બનાવ્યો હતો. છ ઓવરના અંતે ટીમનો સ્કોર વિના નુકશાન 25 રન થયા.
INDvsNZ live: ભારતીય બેટિંગ ઈનિંગ્સની પ્રથમ પાંચ ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ પાંચ ઓવરની સમાપ્તિ બાદ કોઈપણ નુકશાન વિના 24 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત શર્માએ 22 બોલમાં 24 રન અને શુભમન ગિલે છ બોલમાં છ રન બનાવ્યા હતા.
INDvsNZ live: ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર હેનરી શિપલીએ બીજી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં રોહિત શર્માએ એક ચોગ્ગાની મદદથી કુલ ચાર રન કર્યા હતા. ભારતે બે ઓવરમા 5 રન કર્યા છે.
INDvsNZ live: ન્યૂઝીલેન્ડ ટીમ માટે ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને પ્રથમ ઓવર લીધી. આ ઓવરના બીજા બોલ પર ભારતીય કેપ્ટન રોહિત શર્મા એલબીડબલ્યુ થવાથી બચી ગયો હતો. પ્રથમ ઓવરમાં ભારતીય ટીમ માત્ર એક રન જ બનાવી શકી હતી.
INDvsNZ live: ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 109 રનના ટાર્ગેટ સામે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ મેદાનમાં ઉતર્યા છે. લોકી ફર્ગ્યુસને પ્રથમ ઓવર લીધી.
ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ રાયપુરમાં રમાય રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ આજે મેચ જીતે છે તો સીરીઝ પર 2-0થી કબ્જો જમાવી લેશે. રાયપુર વનડેમાં ભારતીય બોલર્સ છવાઇ ગયા અને મોહમ્મ શમીના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડની સ્થિતિ ખરાબ કરી દીધી. આ મેચમાં મોહમ્મદ શમીને ત્રણ વિકેટ મળી, જ્યારે વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી. ન્યૂઝીલેન્ડની તરફથી સૌથી વધુ 36 રનનો સ્કોર ગ્લેન ફિલિપ્સનો રહ્યો.
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલર્સ આગળ ઘૂંટણિયે, 108 ઓલ આઉટ
ભારતીય બોલિંગની આગળ ન્યૂઝીલેન્ડની ટીમે ઘૂંટણિયે અને માત્ર 108ના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ. એટલે કે ટીમ ઇન્ડિયાને આ મેચ અને સીરીઝ જીતવા માટે 109 રન જ બનાવાના રહેશે.
વોશિંગ્ટન સુંદરનો જલવો, કિવિને નવમો ઝાટકો
ન્યૂઝીલેન્ડની વિકેટ પડવાનો સિલસિલો યથાવત છે અને વોશિંગ્ટન સુંદરને વધુ એક સફળતા મળી. ન્યૂઝીલેન્ડનો સ્કોર 105/9 થઇ ગયો છે. વોશિંગ્ટને 33.1 ઓવરના બોલ પર લોકિ ફર્ગુસનને કેચ આઉટ કરાવ્યો.
ન્યૂઝીલેન્ડની આઠમી વિકેટ પડી
ન્યૂઝીલેન્ડની સ્થિતિ હવે બગડતી રહી છે અને 103ના સ્કોર પર 8 વિકેટ પડી ગઇ છે. વોશિંગ્ટન સુંદરે ગ્લેન ફિલિપ્સને પેવેલિયન ભેગો મોકલ્યો. તેઓ 36 રન બનાવીને આઉટ થયા છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 31.1 ઓવરમાં 103/8 થઇ ગયો છે.
હાર્દિક પંડ્યાએ તોડી પાર્ટનરશિપને સાતમો ઝાટકો આપ્યો
હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયાને વધુ એક સફળતા અપાવી છે અને મિશેલ સેંટનરને આઉટ કરીને પાર્ટનરશીપ તોડી દીધી. મિશેલ સેંટરનરે 27 રન બનાવ્યા અને હવે ન્યૂઝીલેન્ડનો સ્કોર 103/7 થઇ ગયો છે.
ભારતીય બોલર્સના તોફાનમાં આગળ કિવિના ખેલાડીઓ તણાયા. ભારતીય બોલર્સ આગળ કિવિ ઘૂંટણિયે: 30 ઓવરમાં 103/6. ન્યૂઝીલેન્ડનો 25 ઓવરમાં 73 સ્કોર હતો અને 6 વિકેટ ગુમાવી હતી.
શમીએ ફિલિપ્સ અને બ્રેસવેલની પાર્ટનરશીપ તોડી, 20 ઓવરમાં 60 રન, 6 વિકેટ
ભારતીય ટીમને વધુ એક સફળતા મળી. શમીએ ફિલિપ્સ અને બ્રેસવેલની પાર્ટનરશીપ તોડી. મોહમ્મહ શમીએ માઇકલ બ્રેસવેલની વિકેટ લીધી અને 22 રન પર આઉટ કરી દીધા. તેની સાથે જ ન્યૂઝીલેન્ડનો સ્કોર 18.3 ઓવરમાં 56/6 થયા હતા. જ્યારે 20 ઓવરમાં 60/6 હતી.
ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી, 15 ઓવરમાં 33/5
ભારતીય ટીમે 15 રનના સ્કોર પર જ ન્યૂઝીલેન્ડની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી. શાર્દુલ ઠાકુરે પાંચમો ઝાટકો આપ્યો. તેના બોલ પર કીવી ટીમના કેપ્ટન ટોમ લાથમ 17 બોલ પર એક રન બનાવીને કેચ આઉટ.
હાર્દિક પંડ્યાએ શાનદાર કેચ કર્યો
કિવિને ચોથો ઝાટકો: 10 ઓવરમાં 15/4
ન્યૂઝીલેન્ડની પાતળી સ્થિતિ જોવા મળી રહી છે. 10 ઓવરમાં 15 રન અને 4 વિકેટ પડતા કિવિના ખેલાડીઓ દબાણમાં જોવા મળી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ ડેવન કોન્વેને આઉટ કરતાં ચોથી વિકેટ લીધી.
ન્યૂઝીલેન્ડની 9 રન પર 3 વિકેટ પડી
ભારતીય બોલર્સે ન્યૂઝીલેન્ડ ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. પહેલાં મોહમ્મદ સિરાઝે બીજો ઝાટકો આપ્યો અને હેનરી નિકોલ્સને કેચ આઉટ કર્યો. પછી શમીએ 9 રન પર ન્યૂઝીલેન્ડને ત્રીજો ઝાટકો આપ્યો અને તેમણે ડેરેલ મિશેલને પોતાના જ બોલ પર જાતે કેચ કરીને પેવેલિયન ભેગો કર્યો. પહેલી ઓવરમાં મોહમ્મદ શમીએ કિવિ ઓપનર ફિન અલેનને ક્લીન બોલ્ડ કર્યો હતો.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (w), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન
ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (w/c), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર.
ભારતની બોલિંગ
ભારતીય ટીમના પક્ષમાં ટોસનો સિક્કો પડયો. ટીમના કેપ્ટન રોહિત શર્માએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રોહિતે કહ્યું કે બીજી ઇનિંગ દરમિયાન ઝાકળ પડવાની સંભાવના છે. તો ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે કહ્યું કે તેઓ પણ પહેલાં બોલિંગ કરવા જ માંગતા હતા.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડેમાં અત્યાર સુધી 114 મેચ રમાઇ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડેમાં અત્યાર સુધીમાં 114 મેચ રમાઈ છે. ભારતીય ટીમ તેમાંથી 56 જીતી શકી છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી અને 7માં પરિણામ આવ્યું ન હતું. જો કે, ભારતે 2020 થી અત્યાર સુધીમાં આયોજિત વનડેમાં માત્ર એક જ વાર ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે.










