ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ફરી એકવાર ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 8 રન બનાવી શક્યો હતો. આ પછી ગિલ અને યશસ્વી વચ્ચે ભાગીદારી થઈ હતી પરંતુ ગિલ પણ 23ના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી જયસ્વાલ 77 રનની જોરદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ચાહકો ક્રિઝ પર આવેલા રિષભ પંત પાસેથી મોટી ઇનિંગની આશા રાખતા હતા પરંતુ પંત અને કોહલી વચ્ચે વિકેટ વચ્ચે મોટી ગેરસમજ થઈ હતી, જેના કારણે પંત રન આઉટ થયો હતો.
રિષભ પંત થયો રનઆઉટ













