ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ન્યુઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રએ 29 બોલમાં 37 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ચેમ્પિયન્સ ટ્રોફીની એક આવૃત્તિમાં 250 રન બનાવનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. 


રચિને કેન વિલિયમસનને પાછળ છોડ્યો

ફાઈનલની શરૂઆત પહેલા રચિને ત્રણ મેચમાં 226 રન બનાવ્યા હતા. રચિન પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસનના નામે હતો. વિલિયમસને ચેમ્પિયન્સ ટ્રોફીની 2017ની આવૃત્તિ દરમિયાન બ્લેક કેપ્સ માટે ત્રણ મેચ રમી હતી અને એક સદી અને બે અર્ધસદીની મદદથી 244 રન બનાવ્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફીની એક જ આવૃત્તિમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન

  • રચિન રવિન્દ્ર - 2025માં 263
  • કેન વિલિયમસન – 2017માં 244
  • રોજર ટુસ - 2000 માં 201
  • ટોમ લાથમ - 2025 માં 191*
  • માર્ટિન ગુપ્ટિલ - 2009માં 191
  • કેન વિલિયમસન - 2025માં 190*
  • સ્ટીફન ફ્લેમિંગ - 2006 માં 184

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગેલના સૌથી વધુ રન

ચેમ્પિયન્સ ટ્રોફીની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન ક્રિસ ગેલના નામે છે. ગેલે ચેમ્પિયન્સ ટ્રોફીની 2006ની આવૃત્તિમાં આઠ મેચ રમી હતી અને ત્રણ સદીની મદદથી 474 રન બનાવ્યા હતા.


  • Follow us on: